રાષ્ટ્રીય
સુંદર મહિલા IPSની જાસૂસી, સાત પોલીસકર્મી સસ્પેન્ડ
પોલીસ બેડામાં ચકચાર, રાજસ્થાનના ભીંવડીની ઘટના
રાજસ્થાનના ભીંવડીમાં એસપી તરીકે ફરજ બજાવી રહેલા લેડી આઈપીએસ ઓફિસર જેષ્ઠા મૈત્રેયની જાસૂસીનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે 7 પોલીસકર્મીઓ જેષ્ઠા મૈત્રેયના ફોન લોકેશન પર નજર રાખી રહ્યાં હતા અને તેમની પળ પળની માહિતી લઈ રહ્યાં હતા. આ મામલો સામે આવતાં હડકંપ મચ્યો હતો. મૈત્રેયીએ કહ્યું, મને માહિતી મળી છે કે ભીવાડી સાયબર પોલીસના કર્મચારીઓ મારા મોબાઈલ લોકેશન પર નજર રાખી રહ્યા છે.
આ મામલાની તપાસ કરવામાં આવી હતી અને જ્યારે સાચું જણાયું, ત્યારે સબ-ઇન્સ્પેક્ટર સહિત સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ કોઈના ઈશારે આવું કરી રહ્યાં હતા કે તેની પણ પોલીસે તપાસ શરુ કરી છે.
એસપી જેષ્ઠા મૈત્રીએ સાયબર સેલમાં કામ કરતા સબ ઈન્સ્પેક્ટર સહિત તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહીની માહિતી પ્રકાશમાં આવતાની સાથે જ ચર્ચાનો દોર શરૂૂ થયો હતો. એસપી જેષ્ઠા મૈત્રીની ગણતરી રાજસ્થાનના સૌથી સુંદર આઈપીએસ અધિકારીઓમાં થાય છે. જેષ્ઠા મૈત્રેય મૂળ એમપીના ગુનાના રહેવાશી છે અને તેમણે 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તેમની ગણતરી સ્માર્ટ ઓફિસરોમાં થાય છે.