Site icon Gujarat Mirror

પાકિસ્તાની ખુબસુરત એન્કર લાઈવ ટીવી પર રડી પડી

ભારતીય એર સ્ટ્રાઈકથી હર પાકિસ્તાની હેરાન છે અને લોકો જાતજાતની રીતે લાગણી પ્રગટ કરી રહ્યાં છે. એક પાકિસ્તાની એન્કરે લાઈવ ટીવીમાં કરેલું કામ ચર્ચાનું વિષય બન્યું છે. ઓનલાઈન વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા, જે પાકિસ્તાની ન્યૂઝ એન્કર હોવાનું કહેવાય છે, લાઈવ પ્રસારણ દરમિયાન ભાંગી પડી રહી છે. આ વીડિયોમાં, તે ઓપરેશ સિંદૂરથ ના ભાગ રૂૂપે ભારતીય હવાઈ હુમલામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કરતી આંસુઓથી ભરેલી જોવા મળે છે. ગૂંગળામણભર્યા અવાજમાં, તેણે હુમલાથી પ્રભાવિત નિર્દોષ આત્માઓ માટે અલ્લાહ પાસેથી શક્તિ અને દયાની અપીલ કરી હતી.

પહેલગામ હુમલાના 15 દિવસ બાદ ભારતે બદલો લઈ લીધો છે. પહેલગામ હુમલા બાદ ભારતે આતંકીઓને ઠેકાણે પાડવા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. આ ઓપરેશન હેઠળ, ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડી દીધાં હતા. ભારતે કોઈને પણ ગંધ ન આવે તે રીતે, રાત્રે 1:30 વાગ્યે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડ્યાં હતા. ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે.

Exit mobile version