રાજકોટ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં હિટવેવની આગાહી, સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા
ગુજરાતમાં હવામાનમાં સતત ઉલટફેર થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ફરી વખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ બંનેએ આગામી 72 કલાકને ખૂબ જ મહત્વપૂર્ણ સમય ગણાવ્યો છે. ઉત્તર ભારતથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધી, હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની આગાહી છે. ઈંખઉ આ માટે પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણના સંયુક્ત પ્રભાવને આભારી છે, જેના કારણે સમગ્ર દેશમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓ સર્જાઈ છે. રાજકોટનું 42.9 ડિગ્રી તાપમાન જોવા મળ્યું જે સ્પષ્ટ સૂચવે છે કે ગરમીના પ્રકોપમાં શહેર શેકાયું છે. આવનારા દિવસોમાં પણ હજી તાપમાનનો પારો ઉચકાય તો નવાઈ નહીં.
ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અમદાવાદ હવામાન કેન્દ્રએ જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન મુજબ, રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 12 મે સુધી ’હીટવેવ’ ની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધારે જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગરમીનો પ્રકોપ તબક્કાવાર વધી શકે છે. આજે આઠમી મેના રોજ કોઈપણ જગ્યાએ હીટવેવની આગાહી આપવામાં આવી નથી.
હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે, નવમી તારીખે કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. 10મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 11મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.
12મી તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. 13મી તારીખે બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહેવાની સંભાવના છે. પવનની દિશા અને ભેજને કારણે વાતાવરણમાં ’ડિસ્કમ્ફર્ટ’ એટલે કે બફારો અને અકળામણ અનુભવાશે. અમદાવાદની વાત કરીએ તો, આગામી ત્રણ-ચાર દિવસ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને વરસાદની કોઈ જ શક્યતા નથી. પ્રી-મોન્સૂનની સ્થિતિમાં પહેલીથી સાતમી મે સુધી રાજ્યમાં સરેરાશ 1.3 ળળ ની સામે અત્યાર સુધી 7 ળળ જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જોકે, હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની ધારણા છે.
રાજકોટ 42.9 ડીગ્રી સાથે દેશનું ગરમ શહેર
ગરમીનાં પ્રકોપ વચ્ચે રાજકોટ સહીત રાજયોનાં 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટનું તાપમાન પણ 42.9 ડીગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે. રાજકોટ ઉપરાંત અમેરલી, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ વરસાદી સિસ્ટમ સંપુર્ણ નબળી પડી ગઇ છે. પરિણામે ગરમીનો પ્રકોપ અશકય થઇ ચુકયો છે. આગામી દિવસોમાં ફરી હીટવેવનું મોજુ રાજકોટ સહીત સૌરાષ્ટ્રને ધમરોળશે.
