Sports

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાંથી ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ નાબૂદ કરતી BCCI

Published

on


બીસીસીઆઈએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈને મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ આ નિયમને નેશનલ ડોમેસ્ટિક ટી20 સ્પર્ધા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી હટાવી દીધો છે. આ અંગે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી. જોકે આઈપીએલમાં રહેશે. બોર્ડે આ અંગે આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝીને જાણ કરી દીધી છે
સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ 23 નવેમ્બરથી શરૂૂ થશે. આ ટુર્નામેન્ટ 15મી ડિસેમ્બર સુધી ચાલશે.

બીસીસીઆઈએ તેના નિવેદનમાં કહ્યું છે કે, બીસીસીઆઈએ આ સિઝનમાં પ્રભાવશાળી ખેલાડી શાસનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ફાસ્ટ બોલર સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં એક ઓવરમાં બે બાઉન્સર ફેંકી શકે છે. બોર્ડે બાઉન્સરના નિયમોમાં કોઈ ફેરફાર કર્યો નથી.


આ નિયમમાં ટીમ ટોસ દરમિયાન 4 ખેલાડીઓના નામ આપે છે. ટીમો મેચમાં માત્ર એક જ ખેલાડીનો ઉપયોગ કરી શકે છે. ટીમ ઈનિંગની 14મી ઓવર પહેલા જ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકે છે. ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરતી વખતે, એક ખેલાડી મેદાનની બહાર જાય છે અને બીજો ખેલાડી મેદાનમાં આવે છે. સાથે જ આઉટ થયેલા ખેલાડીઓને ફરી તક મળતી નથી.


આ સિવાય જો મેચ 10 ઓવરથી ઓછી હોય તો આ નિયમ લાગુ પડતો નથી. કોઈપણ ટીમ આ નિયમનું પાલન કરવા માટે બંધાયેલી નથી. જો કે, કેટલીકવાર ટીમોને આ નિયમનો લાભ મળે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. આ બંને મહાન ખેલાડીઓએ કહ્યું હતું કે આ નિયમ રમતના સંતુલનને અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version