લોઢવા પંથકમાં બારે મેઘ ખાંગા 12 કલાકમાં વધુ પાંચ ઈંચ વરસાદ

બ્રહ્મનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, તળાવ ઓવરફલો થતા જળબંબાકાર લોઢવા વિસ્તારમાં ગઈ 24 કલાકમાં 10 ઈંચ થી વધુ વરસાદ થયો હતો. આજે બાર કલાક લધુ…

બ્રહ્મનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, તળાવ ઓવરફલો થતા જળબંબાકાર

લોઢવા વિસ્તારમાં ગઈ 24 કલાકમાં 10 ઈંચ થી વધુ વરસાદ થયો હતો. આજે બાર કલાક લધુ 5 ઈંચ જેટલો લરસાદ થયો છે. તળાવ વોકળા ઓવર ફલો થયા છે. આ વર્ષ સતત બીજા દિવસે પણ વોકળામાં ઘોડાપુર આવેલ છે. લોઢવા ખાતે દિવસે પણ વોકળામાં ઘોડાપુર આવેલ છે. લોઢવા ખાતે સ્મશાનમાં આવેલ બ્રહ્મનાથ મહાદેવનું મંદિર વોકળામાં ગરકાવ થયેલ છે.

છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે અને છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે અને છેલ્લા ત્રણ દિવસ વાડી વિસ્તારમાં જીઈબીની બેદરકારીના કારણે વીજ ધાંધીયા છે. ચોમાસા અગાઉ જીઈબી દ્વારા વાડી વિસ્તારમાં મોનસુનની કામગીરીના અભાવે વાડી વિસ્તારમાં ખેડૂતોને અંધારામાં કામ કરવું પડે છે. તેમજ વાડી વિસ્તારમાં જંગલી પ્રાણી દિપડા સિંહ જેવા જનાલરો વસવાટ કરતાં હોય તેથી ખેડૂતોના માલઢોરનું રખોપુ પણ અંધારામાં કરવું પડે છે. તેથી જીઈબી લોઢવા ગામની વાડી વિસ્તારમાં પુરતું મેન્ટેન્સ કરીને રાત્રીના સમયે વીજળી મળી રહે તેવી કામગીરી કરવા લોકોની માંગણી છે. ગયા વર્ષમાં આખી સિઝનમાં થયેલ વરસાદ આ વર્ષે બે દિવસમાં થયો છે. હજુ વરસાદી માહોલ છે. વધુ વરસાદ પડે તેવી સંભાવના છે.