ખાતામાં રૂા.3ની બેલેન્સ અને રામ મંદિરને 4 કરોડનું દાન!

અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈથી આવેલી એસ. નાગલક્ષ્મી નામની એક મહિલા શ્રદ્ધાળુએ…

અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈથી આવેલી એસ. નાગલક્ષ્મી નામની એક મહિલા શ્રદ્ધાળુએ રામ મંદિરમાં કાર્યરત કર્મચારીઓ અને પૂજારીઓની સુવિધાઓ તથા પગાર વધારા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો જંગી ચેક અર્પણ કર્યો હતો. જોકે, ટ્રસ્ટે જ્યારે આ ચેક ક્લિયરિંગ માટે બેંકમાં જમા કરાવ્યો ત્યારે ખાતાની તપાસ દરમિયાન સામે આવ્યું કે સંબંધિત મહિલાના બેંક ખાતામાં માત્ર ₹3નું બેલેન્સ હતું. પૂરતું ભંડોળ ન હોવાના કારણે ₹4 કરોડનો આ ચેક બાઉન્સ થઈ ગયો છે. માહિતી અનુસાર, મહિલા શ્રદ્ધાળુએ આ દાન સાથે એવી શરત રાખી હતી કે તેમના દ્વારા આપવામાં આવેલી ₹4 કરોડની રકમનો ઉપયોગ માત્ર અને માત્ર મંદિરના કર્મચારીઓની સગવડો પાછળ જ કરવામાં આવે.

આ માટે મહિલાએ ટ્રસ્ટ પાસે લેખિત બાંયધરી પણ માંગી હતી. જોકે, ટ્રસ્ટના નિયમોમાં કોઈ એક ચોક્કસ હેતુ કે શરત સાથે દાન સ્વીકારવાની જોગવાઈ ન હોવાથી ટ્રસ્ટે આવી લેખિત ખાતરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન મહિલાએ રામલલાના સામાન્ય દાન પેટે અલગથી ₹10,000નું રોકડ દાન પણ આપ્યું હતું.
₹4 કરોડ જેવી વિશાળ રકમનો ચેક અનાદરિત (બાઉન્સ) થતાં હવે સંબંધિત બેંક દ્વારા ચેક આપનાર મહિલાને કાનૂની નોટિસ મોકલવાની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે.