રાષ્ટ્રીય

નશીલા પેંડા ખવડાવી બાબાએ દુષ્કર્મ આચર્યુ, ડ્રાઇવરે વીડિયો બનાવ્યો

Published

on

રાજસ્થાનના સીકરની ઘટનામાં ફરિયાદ નોંધાઇ

રાજસ્થાનના સીકરમાં એક મંદિરના બાબા વિરૂૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ મૂકતા ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, બાબાએ તંત્ર વિદ્યાની આડમાં નશીલો પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આ ઘટના કોઈને જણાવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


સીકરના ખેડી દાતુંજલા વિસ્તારના ક્ષેત્રપાળ મંદિરના બાબા બાલકનાથે તંત્ર વિદ્યાની મદદથી તેના પરિવારની સમસ્યાઓ દૂર કરવાનું વચન આપી તેના પર દુષ્કર્મ આચર્યુ છે. બાબા અને તેના ડ્રાઈવરે આ અંગે કોઈને પણ ન જણાવવા જો કોઈને જાણ કરી તો તેના આખા પરિવારને મારી નાખવા તેમજ તેનો દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.


પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં તે મંદિરમાં પુજા કરવા ગઈ હતી. જ્યાં રાજેશ નામનો યુવક મળ્યો હતો. રાજેશે તેને બાબા બાલકનાથનો સંપર્ક કરાવ્યો હતો. બાબા બાલકનાથે તેની સમસ્યા દૂર કરવાનું વચન આપ્યું હતું. થોડા દિવસો બાદ બાબા બાલકનાથ તેને પોતાની ગાડીમાં તેના ઘરે મૂકી જવાનું કહ્યું, રસ્તામાં તેને પ્રસાદના નામે પેંડા ખવડાવ્યા હતા. પેંડા ખાતા જ યુવતી બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું.


બાબાના ડ્રાઈવર યોગેશે દુષ્કર્મનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આરોપી બાબા અને તેના સહયોગીએ તેને સતત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીના આ આરોપોની તપાસ સીકરના જિલ્લા ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ એસસી-એસટી અજીત પાલને સોંપવામાં આવી છે. જેમણે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version