Site icon Gujarat Mirror

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી અક્ષર પટેલને હટાવાયો, કે.એલ.રાહુલનું નામ ચર્ચામાં

IPL 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તે દરમિયાન દિલ્હી કેપિટલ્સ (DC) કેમ્પમાંથી એક મોટો ફેરફાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્રેન્ચાઇઝીએ સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને કેપ્ટનશીપ પરથી દૂર કર્યો છે. અક્ષર છેલ્લી સીઝન એટલે કે IPL 2025માં ટીમનો કેપ્ટન હતો પરંતુ હવે તે ફક્ત એક ખેલાડી તરીકે ટીમનો ભાગ રહેશે.

ફ્રેન્ચાઇઝીનો આ નિર્ણય આશ્ચર્યજનક છે કારણ કે અક્ષરે 2025 સીઝનમાં ટીમને 14 મેચમાંથી 7 જીત અપાવી હતી અને પાંચમા સ્થાને પહોંચાડી હતી. જોકે , પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકવાને કારણે મેનેજમેન્ટ નવી દિશામાં વિચારી રહ્યું છે. અક્ષર ટીમનો સૌથી વિશ્વસનીય ખેલાડી રહેશે પરંતુ નેતૃત્વની જવાબદારી હવે બીજા કોઈના ખભા પર રહેશે.

અહેવાલો અનુસાર અનુભવી વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ નવા કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર છે. રાહુલ પહેલેથી જ ટીમમાં એક સિનિયર ખેલાડીની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેનો કેપ્ટનશિપનો અનુભવ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સાથે રહ્યો છે. ફ્રેન્ચાઇઝી તેને નેતૃત્વ જૂથના વડા બનાવીને ટીમને નવી એનર્જી આપવા માંગે છે. જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાહુલનું નામ આગળ ચાલી રહ્યું છે.

Exit mobile version