મુન્દ્રા ડ્રગ્સ ઓપરેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ATSના SP સહિત પાંચ અધિકારીને એવોર્ડ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ એ સાથે મળીને દેશમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ…

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ એ સાથે મળીને દેશમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરનારી ગુજરાત એટીસની આખી ટીમના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આ ઓપરેશનના અસલી હીરો ગણાતા ગુજરાત અઝજના પાંચ બાહોશ અધિકારીઓની પ્રશંસનીય અને અપ્રતિમ કામગીરીને માન્યતા આપતાં ભારતીય કોસ્ટ ગાર્ડના માનનીય ડિરેક્ટર જનરલ દ્વારા વિશેષ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. આ પાંચેય જવાનોને ભારતીય કોસ્ટ ગાર્ડના સર્વોચ્ચ એવોર્ડ પૈકીના એક એવા ‘Director General’s Commendation Disc’ (DG ડિસ્ક એવોર્ડ) થી સન્માનિત કરવામાં આવ્યા છે.

કચ્છના મુન્દ્રા બંદર ખાતે હાથ ધરવામાં આવેલા એક અત્યંત ગુપ્ત અને સફળ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા એજન્સીઓએ અંદાજે 119 કિલોગ્રામ કોકેઇન જપ્ત કરીને દેશના યુવાધનને નશાના ગર્તામાં ધકેલવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રને નાકામ કરી દીધું છે. એટીએસના એસ.પી. કે. સિદ્ધાર્થના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ ગુજરાત એટીએસની એક ખાસ સક્ષમ ટીમની રચના કરવામાં આવી હતી. એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ મુન્દ્રા બંદર ખાતે સંયુક્ત રીતે વોચ ગોઠવીને ત્રાટકતા ડ્રગ્સના આ મસમોટા ક્ધસાઇનમેન્ટને આબાદ ઝડપી લીધું હતું. કડક તપાસ દરમિયાન કોકેઇનના કુલ 115 પેકેટ્સ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 118.977 કિલોગ્રામ થવા જાય છે.

આ ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અને તેની હેરફેર સાથે સીધી રીતે સંકળાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરનારી ગુજરાત અઝજની આખી ટીમના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આ ઓપરેશનના અસલી હીરો ગણાતા ગુજરાત એટીએસના પાંચ બાહોશ અધિકારીઓની પ્રશંસનીય અને અપ્રતિમ કામગીરીને માન્યતા આપતાં ભારતીય કોસ્ટ ગાર્ડના માનનીય ડિરેક્ટર જનરલ દ્વારા વિશેષ સન્માનની જાહેરાત કરવામાં આવી છે.

આ પાંચેય જવાનોને ભારતીય કોસ્ટ ગાર્ડના સર્વોચ્ચ એવોર્ડ પૈકીના એક એવા ‘Director General’s Commendation Disc’ (DG ડિસ્ક એવોર્ડ) થી સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માનિત થનારા અધિકારીઓમાં એસપી કે.સિધ્ધાર્થ સાથે ટીમના પી.આઈ જે. એમ. પટેલ, વી.આર. જાડેજા, બી.એમ. પટેલ અને જે. એન. ચાવડાનો સમાવેશ થાય છે.

એસપી કે. સિદ્ધાર્થના નેતૃત્વમાં મળેલી આ પ્રચંડ સફળતાથી નશાના કારોબારીઓની કમર તૂટી ગઈ છે. દેશના ગૃહ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓએ પણ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવનાર સમગ્ર ટીમને બિરદાવી છે અને અભિનંદન પાઠવ્યા છે. આ ઓપરેશને સાબિત કર્યું છે કે ભારતીય સરહદો અને દેશની સુરક્ષા કાજે ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ 24 કલાક સજ્જ છે.