Site icon Gujarat Mirror

ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વીઝા ફીમાં 126%નો વધારો, ભારતનો વિરોધ

ઓસ્ટ્રેલિયા વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક દેશ છે જ્યાં અભ્યાસ માટેનો ખર્ચ ઘણો વધારે છે. જો કે હવે ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપના સાકાર કરવા થોડા મુશ્કેલ બની ગયા છે. ભારતીય વિદ્યાર્થીઓએ અહીં ભણવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
710 ઓસ્ટ્રેલિયન ડોલર (રૂા.) છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે. ફીમાં પહેલા કરતા બમણો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.


વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત શેર કરી. કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન સરકારે 1 જુલાઈ, 2024 થી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે. વિદ્યાર્થીઓને લગતા અન્ય મુદ્દાઓ સાથે આ મામલો ઓસ્ટ્રેલિયન સરકારના સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.


મંત્રીએ વધુમાં જણાવ્યું કે વિઝા ફીમાં વધારો થવાથી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ ચાલુ રાખવા ઇચ્છતા ભારતના વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય પડકારો સર્જાવાની શક્યતા છે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે ભારત-ઓસ્ટ્રેલિયા ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેમાં આર્થિક, શૈક્ષણિક અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. મંત્રાલય ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા ભારતના વિદ્યાર્થીઓને સંબંધિત બાબતોને ઓસ્ટ્રેલિયા સરકાર સામે ઉઠાવવાનું અને તેનું પાલન કરતુ રહ્યું છે.


ઓસ્ટ્રેલિયન સરકારનું સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો કરવાનું પગલું ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નથી.ભારતીયો લાંબા સમયથી ઓસ્ટ્રેલિયાને હાઈ એજ્યુકેશન માટે ટોચનું સ્થળ માની રહ્યા છે. વિઝા ફીમાં 126%નો વધારો વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધારશે. ખાસ કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે. વિદ્યાર્થીઓએ પહેલેથી જ ટ્યુશન ફી, રહેઠાણ અને અન્ય ખર્ચાઓ પાછળ લાખો રૂૂપિયા ખર્ચવા પડે છે.

Exit mobile version