Site icon Gujarat Mirror

ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર, શ્રીલંકા સુપર-8માં નિશ્ર્ચિત

T20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. ગઇકાલે પલ્લેકેલેમાં રમાયેલા મેચમાં શ્રીલંકાએ શાનદાર જીત નોંધાવીને પોતે સુપર-8માં જગ્યા પાકી કરી લીધી છે અને ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ 2026માંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. ગ્રુપ-બીમાં હવે સુપર-8માં જગ્યા બનાવવા માટે ઝિમ્બાબ્વેને માત્ર એક જીતની જરૂૂર છે. શ્રીલંકા પહેલા ઝિમ્બાબ્વેએ પણ ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. સુપર-8માં પહોંચવા માટે હવે ઓસ્ટ્રેલિયાને કોઈ ચમત્કારની જરૂૂર પડશે. જો ઝિમ્બાબ્વે 17 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ અથવા તો છેલ્લી ગ્રુપ મેચમાં શ્રીલંકા બેમાંથી કોઈપણ એકને હરાવી દેશે, તો તેઓ સુપર-8 માટે ક્વોલિફાય થઈ જશે.
પલ્લેકેલેમાં રમાયેલા મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 181 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં શ્રીલંકાએ માત્ર બે વિકેટ ગુમાવીને 18 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા માટે આ જીત ઐતિહાસિક છે, કારણ કે આ પહેલા તેમણે ક્યારેય T20 વર્લ્ડ કપમાં આટલા મોટા ટાર્ગેટનો પીછો કર્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની આ શાનદાર જીતના હીરો પથુમ નિસાંકા રહ્યા છે, જેમણે શ્રીલંકાની જીતની ગાથા લખી. પથુમ નિસાંકાએ 52 બોલમાં 100 રનની અદભૂત ઇનિંગ રમી હતી. આ સાથે જ પથુમ નિસાંકા T20 વર્લ્ડ કપ 2026ના પ્રથમ સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ શ્રીલંકા સુપર-8 સ્ટેજમાં પહોંચનારી પાંચમી ટીમ બની ગઈ છે. તેમના પહેલા સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને ઈંગ્લેન્ડ પોતાની સીટ ક્ધફર્મ કરી ચૂક્યા છે.

Exit mobile version