ગોંડલમાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની હરાજીમાં 43 હજારની અપસેટ કિંમત સામે 28 લાખ ઉપજ્યા

મોવિયાની કુમાર તાલુકા શાળા નં.1 અને ક્ધયા શાળાના જર્જરીત ઇમલાની હરાજીમાં 175 લોકો ઉમટ્યા રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં…

મોવિયાની કુમાર તાલુકા શાળા નં.1 અને ક્ધયા શાળાના જર્જરીત ઇમલાની હરાજીમાં 175 લોકો ઉમટ્યા

રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં ધાર્યા કરતા અનેકગણી ઊંચી બોલી બોલાઈ હતી. માત્ર 43 હજાર રૂૂપિયાથી શરૂૂ થયેલી હરાજી 28 લાખે પહોંચતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના મોવિયા ગામે આવેલી કુમાર તાલુકા શાળા નં. 1 અને મોવિયા ક્ધયા પ્રાથમિક શાળા (બુનિયાદી સ્કૂલ)માં રાજાશાહી સમયના 15 જેટલા જર્જરિત રૂૂમો આવેલા છે. આ રૂૂમોને પાડીને કાટમાળ હટાવવા માટે આજે સવારે ક્ધયા શાળાના મેદાનમાં એક જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હરાજી માટે તંત્ર દ્વારા માત્ર રૂૂ. 43,900/- ની અપસેટ પ્રાઈઝ (ન્યૂનતમ કિંમત) નક્કી કરવામાં આવી હતી અને હરાજીમાં ભાગ લેનાર ઈચ્છુકોએ રૂૂ. 5,000/- ડિપોઝીટ પેટે જમા કરાવવાના હતા. આશ્ચર્યની વાત એ રહી કે આ કાટમાળની હરાજીમાં ભાગ લેવા માટે 175 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. 43,900 /- રૂૂપિયાથી શરૂૂ થયેલી બોલીમાં વેપારીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી.

હરાજીના અંતે ઘોઘાવદરના રહેવાસી પરેશભાઈ રેવર (દાસીજીવણ સ્ક્રેપ) દ્વારા સૌથી ઊંચી એટલે કે રૂૂ. 28 લાખ 30 હજાર (28,30,000/-) ની માતબર બોલી લગાવવામાં આવી હતી અને તેમણે આ હરાજી પોતાના નામે કરી લીધી હતી. જેમની બોલી મંજૂર થઈ છે, તેઓ શરત મુજબ આ રાજાશાહી સમયના નાના-મોટા 15 રૂૂમવાળા બિલ્ડીંગને જમીનદોસ્ત કરશે અને ત્યાંથી તમામ ચીજવસ્તુઓ તેમજ કાટમાળ જાતે જ ઉઠાવીને લઈ જશે, જેથી શાળાને નવું અને ખુલ્લું મેદાન અથવા જગ્યા મળી શકે.

આ સંપૂર્ણ હરાજી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયતના અધિકારી અને કેળવણી નિરીક્ષક જીગ્નેશભાઈ ખૂંટ, પ્રકાશભાઈ કોટેચા તથા બીઆરસી ભવનના એન્જીનીયર જાડેજા, મોવિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિનુભાઈ કાલરીયા, ભાર્ગવભાઈ કિશોરભાઈ આંદિપરા, પંચાયતના અન્ય સભ્યો, તેમજ સ્કૂલના આચાર્ય દિપકભાઈ ઘોણીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર 43 હજારની અંદાજિત કિંમત ધરાવતો કાટમાળ 28 લાખથી વધુની રકમમાં વેચાતા સરકારી તંત્રને મોટી આવક થઈ છે અને આસપાસના પંથકમાં આ હરાજી ભારે ચર્ચાનો વિષય બની છે.