ગુજરાત
તીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈ
ત્રણ વ્યક્તિ સામે આક્ષેપ કરી આવેદન પાઠવ્યું
જામનગર શહેરમાં આવેલી તીર્થફળી જમાતમાં આંતરિક કંકાસ વધી રહ્યો છે. જમાતના ત્રણ સભ્યો સરફરાજ રઉફભાઈ રાંગણા, સાહનવાજ સરફરાજ રાંગણા અને સાબીર સરફરાજ રાંગણા વિરુદ્ધ જમાતના હોદ્દેદારોએ પોલીસ ફરિયાદ નોંધાવા આવેદન અપાયું. આવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ ત્રણેય વ્યક્તિઓ જમાતમાં ફૂટ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જમાતના આગેવાનો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી રહ્યા છે. આ ઉપરાંત, આ ત્રણેય વ્યક્તિઓ દરગાહમાં આવતી મહિલાઓના વિડીયો શૂટિંગ કરી રહ્યા હોવાનો પણ આરોપ છે.
ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ ત્રણેય વ્યક્તિઓને આર્થિક મદદ મળી રહી છે અને તેઓ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જમાતના હોદ્દેદારોએ પોલીસને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. પોલીસ આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.