Site icon Gujarat Mirror

અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ 2 યુવક-1 યુવતીની કરી ધરપકડ

 

અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. અયોધ્યા રામ મંદિર સંકુલમાં ત્રણ લોકો ઘૂસી ગયાં અને નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે સુરક્ષા વ્યવસ્થામાં ખળભળાટ મચ્યો હતો. સુરક્ષાકર્મચારીઓએ તાત્કાલિક તેમને રોક્યાં અને તેમની અટકાયત કરી. પકડાયેલાં બે યુવકો અને એક યુવતીએ પોતાની ઓળખ કાશ્મીરના રહેવાસી તરીકે આપી. હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું.

https://x.com/ians_india/status/2009934443545583737?s=20

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય શંકાસ્પદ વર્તન કરી રહ્યાં હતાં. પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ અયોધ્યા કેમ આવ્યાં હતાં. રામ મંદિરના ગેટ D1થી પ્રવેશ્યાં યુવક અને યુવતી રામ મંદિરના ગેટ D1થી પ્રવેશ્યાં. ત્યાર બાદ યુવક સીતા રસોઈ પાસે નમાજ પઢવા બેઠો. પોલીસે તેને આમ કરતાં જોતાં જ તેની અટકાયત કરી લીધી. તે યુવકે કાશ્મીરી પોશાક પહેર્યો હતો. એક પુરુષની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અબુ અહેમદ શેખ તરીકે થઈ છે. છોકરીની ઓળખ સોફિયા તરીકે થઈ છે. બીજા યુવકનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષાકર્મચારીઓએ યુવાનોને રોક્યા ત્યારે તેઓ નારા લગાવવા લાગ્યા. જેના પગલે સુરક્ષા દળો દ્વારા તેને તાત્કાલિક સ્થળ પર જ અટકાયત કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા, પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કયા હેતુ માટે આવું કર્યું તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

આ ઘટના આજે સવારે બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે, જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ તમામ પાસાની તપાસ કરી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા અથવા તો કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ઉભી ન થાય.

 

Exit mobile version