Site icon Gujarat Mirror

ગરબાની પ્રેક્ટિસમાં પુત્રી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ધોકા વડે હુમલો

શહેરના આરટીઓ પાસે શ્રી રામ સોસાયટીમા મહિલા ઉપર દંપતી સહીત ચાર શખસોએ ધોકા વડે હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે હોસ્પીટલમા ખસેડાઇ છે. ગરબાની પ્રેકટીસમા પુત્રી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી માર માર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

જાણવા મળતી વિગત મુજબ શ્રીરામ સોસાયટી શેરી નં પ મા રહેતા મધુબેન વેલજીભાઇ ડાભી (ઉ.વ. 40) નામના મહીલાએ બી ડીવીઝન પોલીસમા નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે હુડકો કર્વાટર પાસે રહેતા અલ્પાબેન મુકેશભાઇ , તેના પતિ મુકેશભાઇ , અલ્પાબેનનાં પિતા રમેશભાઇ અને અલ્પાબેનનાં બેન આરતીબેનનાં નામ આવ્યા છે ફરીયાદમા જણાવ્યા મુજબ તેની પુત્રી માનસી નવરાત્રી અગાઉ સોસાયટીમા થતી ગરબીમા પ્રેકટીસ કરવા જતી હતી ત્યારે ત્યા પ્રેકટીસ કરાવતા અલ્પાબેન સાથે ગરબા શીખવાડવા બાબતે બોલાચાલી થતા ફરીયાદીએ તેની દિકરીનુ નામ ગરબીમાથી કઢાવી નાખ્યુ હતુ.

દરમિયાન ગઇ કાલે તેની પુત્રી સોસાયટીમા ગરબી જોવા જતા અલ્પાબેને ગરબી જોવા ન દઇ ઝઘડો કર્યો હતો બાદમા આરોપીઓએ ઘરે આવી તેની પુત્રી સાથે ઝઘડો કરતા ફરીયાદી વચ્ચે પડતા આરોપીઓએ હુમલો કરી માથામા લાકડાનો ધોકો ફટકારી દીધો હતો જેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા આ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version