ક્રાઇમ
ભાણવડના ઘુમલી ગામે યુવાન પર હુમલો
ભાણવડ તાબેના ઘુમલી ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે ડાયાભાઈ ચનાભાઈ ચાવડા નામના 23 વર્ષના યુવાનને જુના મનદુ:ખનો ખાર રાખીને જીવા બાધા ચાવડા (રહે. કિલેશ્વર નેસ) તથા અન્ય એક અજાણ્યા શખ્સે બિભત્સ ગાળો કાઢી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે.
ભાણવડનો શખ્સ ઝડપાયો
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે આવેલી ખારી વિસ્તારમાં રહેતા રાકેશ ઉર્ફે નિખિલ દેવાભાઈ મોરી નામના 21 વર્ષના શખ્સને એલસીબી પોલીસે ઢોર બાંધવાના વાડામાં છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા 12,364 ની કિંમતની વિદેશી દારૂૂની 22 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે મોટા કાલાવડ ગામના જયેશ દેવાભાઈ મોરીનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં વિધિવત રીતે ગુનો નોંધાયો છે.
માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સ સામે કાર્યવાહી
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રહીશ દિનેશ કાનાભાઈ રાઠોડ નામના 37 વર્ષના માછીમારી યુવાને ફિસરીઝ વિભાગનું ટોકન મેળવી અને માછીમારી કરીને પરત આવ્યા બાદ ટોકન જમા નહીં કરાવી, ફિશરીઝ એક્ટનું ઉલ્લંઘન કરતા તેની સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.