Site icon Gujarat Mirror

શાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલો

જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે રાંદલ નગરમાં રહેતા સાહેબનો લાલિયો અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શાકભાજી નો વેપારી યુવાન રાંદલ નગરમાં રહેતી એક મહિલાના ઘેર શાકભાજી આપવા જાય છે, જેથી તેના પર શંકા વહેમ કરીને બંને આરોપીઓએ અહીં ફરીથી આવતો નહીં, તેમ કરી હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ બંને હુમલાખોર આરોપીઓને શોધી રહી છે.

Exit mobile version