Site icon Gujarat Mirror

જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો

જસદણના રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સો સામે ગુનો નોંધાયો

જસદણના મોઢુકા ગામ નજીક યુવક ઉપર રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સોએ હુમલો કર્યો હતો. રામપરા ગામની યુવતી સાથે પ્રેમસંબંધ મામલે હુમલો કયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ વિછીયા સોમપીપળીયા ગામના મુકેશભાઈ ગોવિંદભાઇ માંડાણીએ કરેલી ફરિયાદમાં રામપરા ગામના દિપકભાઈ હરેશભાઇ ગાબુ તથા કેરાળા ગામના ગોપાલ આલગોતરનું નામ આપ્યું છે.

ફરિયાદ માં જણાવ્યા મુજબ ગત .22/02/2026 ના રાત્રીના સમયે દ્રારકાના સંઘમાં ચાલીને જતો હતો ત્યારે દિકરા વિમલનો મારા મોબાઇલમાં ફોન આવેલ અને કહેલ કે વિજય સાંજના સમયે તેના મિત્ર ભીમજીભાઇના દિકરાના લગ્ન પ્રસંગ ગયેલ હોય અને રાત્રીના સમયે ઘરે આવતો હતો જે દરમ્યાન રસ્તામાં વિજય સાથે કોઇ અજાણ્યા માણસોએ માથાકુટ કરેલ છે અને મુંઢ માર મારેલ છે અને જસદણ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઇને આવીએ છીએ તેમ વાત કરતા હું જસદણ સરકારી હોસ્પીટલ ખાતે આવેલ તો દિકરો સારવાર હેઠળ હતો અને શરીરના ભાગે મુંઢ ઇજા થયેલ હતી.

જેથી પિતા મુકેશભાઈએ વિજયને પુછતા તેઓએ જણાવેલ કે સોમનાથ થી મોઢુકા રસ્તેથી ફુલેકામાંથી ઘરે આવતો હતો ત્યારે રામપરા ગામના દિપકભાઈ હરેશભાઇ ગાબુ તથા કેરાળા ગામના ગોપાલ આલગોતર એમ બન્ને હોન્ડા લઇને આ હેલીપેડ પાસે ઉભા હ તા તેમજ તેની સાથે બીજા શખ્સોએ ચાલુ ગાડીએ ગોપાલ આલગોતરે એક લોખંડના પાઇપથી છાતીના ભાગે મારેલ હતી આ બનાવ બનવાનું કારણ એ છે કે પુત્રને રામપરા ગામના હરેશભાઈ ગાબુની દિકરી વૈશાલી સાથે છેલ્લા છ માહિનાથી પ્રેમ સબંધ હોય અને બન્ને ફોનમાં વાત કરતા હોય જેની જાણ આ વૈશાલીના ભાઇ દિપકને થઇ જતા સો મનાથ મોઢુકા રોડ ઉપર હેલીપેડ ખાતે મારા દિકરાને આ દિપકે તથા ગોપાલ અલગોતરે લોખડુની પાઈપ વડે માર મારેલ છે તેમજ ગાળા ગાળી કરેલ તો આ બન્ને સામે તથા અન્ય સાથે આવેલ ઇસમ આઠથી દસ અને પાંચ મો.સા સામે ધોર ણસર થવા મારી ફરીયાદ છે. જ્ઞાતિના માણસો વચ્ચે પડતા સમાધાનની વાત ચાલુ હોય પરંતુ સમાધાન નહી થતા ફરીયાદ કરી હતી.

Exit mobile version