અમેરિકાએ અંતે રૂૂપસુંદરીના દેશ તરીકે જાણતા વેનેઝુએલા પર આક્રમણ કરી દીધું. અમેરિકા સામે શિંગડાં ભેરવીને બેઠેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સાથે અમેરિકાએ ઉઠાવી લીધા અને શનિવારે એટલે કે 4 જાન્યુઆરીની મધ્યરાતે અમેરિકા લઈ જવાયા. અમેરિકાએ શનિવારે માદુરોની ધરપકડ કરી હોવાનું એલાન કર્યું. પહેલાં અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માદુરોની એક તસવીર પોસ્ટ કરી કે જેમાં ગ્રે રંગનો નાઇકી સ્વેટસૂટ પહેરેલા માદુરો બેઠા હતા. તેમના હાથમાં હાથકડી પહેરાવી હતી અને એક હાથમાં પાણીની એક બોટલ પકડી હતી.
આંખો પર કાળી પટ્ટી બાંધેલી હતી જ્યારે કાનમાં હેડફોન લગાવેલા હતા. ટ્રમ્પે માદુરોને કઈ રીતે ફિલ્મી સ્ટાઈલમાં ઝડપી લેવાયા તેની વિગતો પણ આપી છે. આ વિગતો પ્રમાણે, માદુરોએ કિલ્લા દેવા પ્રેસિડેન્ટ હાઉસમાં ખાસ સેફ રૂૂમ બનાવ્યો હતો કે જેની દીવાલો સ્ટીલની બનેલી છે. અમેરિકાના સૈનિકો પ્રેસિડેન્ટ હાઉસમાં ઘૂસ્યા પછી માદુરો આ રૂૂમમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ અમેરિકી સૈનિકોએ તક જ ના આપી. અમેરિકી સૈનિકો એ ઝડપે અંદર પહોંચ્યા કે માદુરો દરવાજો બંધ જ ન કરી શક્યા અને ઝડપાઈ ગયા.
માદુરોને અમેરિકા કેમ ઉઠાવી લાવ્યું એ વિશે ઝાઝું કહેવાની જરૂૂર નથી. દુનિયામાં ક્રુડ ઓઈલનો સૌથી મોટો ભંડાર વેનેઝુએલા પાસે છે. શાવેઝે અમેરિકન કંપનીઓની સંપત્તિઓ જપ્ત કરી લીધી હોવાનો આક્ષેપ અમેરિકાએ મૂકેલો જ્યારે શાવેઝનું કહેવું હતું કે, કંપનીઓને વેનેઝુએલામાંથી ઉચાળા ભરવા માટે પૂરતું વતર આપી દેવાયું હતું. અમેરિકાનો ડોળો ક્રૂડ ઓઈલના ભંડાર પર છે તેથી અલગ અલગ સ્કીમો દ્વારા અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસવાની કોશિશ કરી પણ એ પણ ના ફળી તેથી છેવટે વેનેઝુએલા અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડે છે, હથિયારો ઘૂસાડે રાધૂ છે અને અમેરિકન યુવાધનને બરબાદ કરે છે એવા આક્ષેપો શરૂૂ થયા.
માદુરો સામે એ બદલ કેસ નોંધાયા ને છેવટે તેને ઉઠાવી લાવીને તેનું બોર્ડ પૂરું કરી દેવાયું. ટ્રમ્પે કહી દીધું જ છે કે, વેનેઝુએલાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી વેનેઝુએલાનો વહીવટ અમેરિકા જ ચલાવશે અને બીજા દેશો સાથે વેનેઝુએલા ક્રૂડ ઓઈલનો વ્યાપાર કરશે. મતલબ કે, અમેરિકાને મુખ્ય રસ ક્રૂડની કમાણીમાં જ છે. અમેરિકાની દાદાગીરી જોયા પછી એક સવાલ થાય છે કે, ભારત આ પ્રકારનું ઓપરેશન કરી શકે ? ભારતમાં આતંકવાદ -ફેલાવનારા દાઉદ ઈબ્રાહીમથી માંડીને હફીઝ સઈદ સુધીના આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે પણ આપણે તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી. નવું ભારત હવે ઘરમાં ઘૂસીને મારે ? છે એવા ફડાકા થાય છે પણ આતંકવાદી આકાઓ તો સલામત જ છે ત્યારે આપણે ઘરમાં ઘૂસીને કોને મારીએ છીએ એ જ ખબર નથી પડતી. અમેરિકાએ વેનેઝુએલાના ઓપરેશન દ્વારા ઘરમાં ઘૂસીને મારવું કોને કહેવાય એ બતાવી આપ્યું છે એમનું પગલું આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે, પણ સિંહને કોણ કહે કે તેનું મોઢું ગંધાય છે.

