ગુજરાત
રાજુલાના નાગેશ્રી અને ખાંભાના માલકનેસમાં બે યુવાન પર હુમલો
બન્ને ઘટનામાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
ખાંભા તાલુકાના માલકનેસ ગામમાં મારામારીની ઘટના બનવા પામી જેમાં એક વ્યક્તિ ઉપર ઘાતક હથિયાર વડે હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફત રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલો જ્યાં તેને વધુ ઈજા જણાતા તેમને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ ઇજા વધુ ગંભીર હોવાથી તેમને તાત્કાલિક મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે ઉપરોક્ત ઘટનાની જાણ ખાંભા પોલીસની થતા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો ઇજાગ્રસ્ત વ્યક્તિ નું નામ સંજયભાઈ શામજીભાઈ જાદવ ગામ માલકનેશ હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે આવી જ રીતે બીજી ઘટનામાં નાગેશ્રી ગામના રમેશભાઈ હરિભાઈ વાળા ઉંમર વર્ષ 24 જેમને નાગેશ્રી નજીક બાલાની વાવ પાસે રોડ પર પડેલ હાલતમાં હોય ત્યારે 108 ને લોકો દ્વારા જાણ કરવામાં આવતા મોડી રાત્રે 108 દ્વારા સારવાર માટે રાજુલા લાવવામાં આવેલ જ્યારે તેમના જણાવવા મુજબ અમુક લોકો દ્વારા તેની ઉપર હુમલો કરવામાં આવેલ જેને રાજુલા સારવાર અર્થે લાવવામાં આવેલ પરંતુ તેમને પણ વધુ ઇજા હોવાથી અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે ઉપરોક્ત બાબતે નાગેશ્રી પોલીસ તપાસ ચલાવી રહી છે.