ક્રાઇમ

હોસ્પિટલમાં બીમાર પિતાના ખબર પૂછવા ગયેલા પુત્ર અને પુત્રવધૂ પર હુમલો

Published

on

સગા ભાઈ-ભાભી સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદથી ભારે ચકચાર


જામનગર માં એક પરિવારનો ઝઘડો ચરમશીમાએ પહોંચ્યો છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ પિતાની ખબર કાઢવા માટે ગયેલા પુત્ર અને પુત્રવધુ પર તેના જ સગા ભાઈ-ભાભી વગેરે ચાર વ્યક્તિએ હીચકારો હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે ઇજાગ્રસ્ત દંપત્તિને સારવાર અપાઇ છે.


જામનગરમાં કામદાર કોલોની શેરી નં-08, અરીહંત એપાર્ટમેન્ટ, પહેલા માળે રહેતા મામદભાઇ અબુભાઇ ખફી તા,29મીના રોજ પોતાના પિતાને જી.જી. હોસ્પિટલ દાખલ કર્યા હોવાથી પત્નીને સાથે લઇ પિતાના હાવભાવ પૂછવા હોસ્પિટલ ગયા હતા. દરમિયાન રાત્રે તેઓ પિતાને જોઈ હોસ્પિટલ નીચે ઉતરી રસ્તા પરથી ચાલીને જતા હતા, ત્યારે નાઘેડી ગામે રહેતા તેઓના સગાભાઈઓ હનીફભાઇ અબુભાઇ ખફી, તથા સબીરભાઇ અબુભાઇ ખફી અને બંનેની પત્નીઓ રજીયાબેન સબીરભાઇ ખફી તથા રેશ્માબેન હનીફભાઇ ખફીએ પાછળથી આવી બોલાચાલી કરી હતી.


સૌપ્રથમ બાઈકથી ઠોકર મારી નીચે પછાડી દીધા હતા, ત્યારબાદ માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડી હતી જેથી દંપતી ઘાયલ થયું હતું અને બંનેને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. સમગ્ર પરિવાર વચ્ચે છેલ્લા ચાર વર્ષથી મનદુ:ખ ચાલતું હતું અને ફરિયાદી અલગ જામનગર રહેવા આવી ગયા હતા. દરમિયાન ગત 29 મી તારીખે હોસ્પિટલમાં પિતા ને જોવા જતી વખતે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સિટી બી. ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version