વાંકાનેરના મેસરીયામાં ગાયને તગેડવા વૃધ્ધાએ ફેંકેલો પથ્થર લાગી જવા મુદ્દે હુમલો

તમે મને કેમ પથ્થર માર્યો તેમ કહી શખ્સે વૃધ્ધાને માર માર્યાનો આરોપ વાંકાનેરના મેસરીયા ગામે રહેતાં વૃધ્ધાએ ગાયને તગેડવા પથ્થર ફેંકયો હતો જે પથ્થર યુવકને…

તમે મને કેમ પથ્થર માર્યો તેમ કહી શખ્સે વૃધ્ધાને માર માર્યાનો આરોપ

વાંકાનેરના મેસરીયા ગામે રહેતાં વૃધ્ધાએ ગાયને તગેડવા પથ્થર ફેંકયો હતો જે પથ્થર યુવકને લાગી જતાં ‘તમે મને કેમ પથ્થર માર્યો’ તેમ કહી વૃધ્ધાને લાકડી અને પથ્થર વડે માર માર્યો હતો. વૃધ્ધાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના મેસરીયા ગામે રહેતાં બધીબેન પ્રભુભાઈ ગઢાદરા નામના 62 વર્ષના વૃધ્ધા સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે મહેશ હિરાભાઈ કુમારખાણીયા નામના શખ્સે ઝઘડો કરી લાકડી અને પથ્થર વડે માર માર્યો હતો. વૃધ્ધાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં બધીબેન ગઢાદરાના પતિ રઘુભાઈ ગઢાદરા સુરદાસ છે. જ્યારે બધીબેનને પણ વૃધ્ધા અવસ્થાના કારણે એક આંખમાં દેખાતું નથી. બધીબેન ગાયને તગેડવા પથ્થર ફેંકયો હતો. જે પથ્થર હુમલાખોર મહેશ કુમારખાણીયાને લાગી જતાં ‘તમે મને કેમ પથ્થર માર્યો’ તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.