Site icon Gujarat Mirror

કોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યા

કોટડાસાંગાણી નજીક સોળિયા ચોકડી પાસે હિન્દી ભાષી યુવતીઓ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની પાસથી રીતસરની રૂૂપિયાની ઉઘરાણી કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કોટડાસાંગાણીથી રાજકોટ જતા માર્ગ પર સોળિયા ચોકડી પાસે પાંચ જેટલી યુવતીઓએ દસેક વાગ્યાના અરસામાં કોટડા સાંગાણી રાજકોટ રોડને કાયદેસરનો બાનમાં લીધો હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા,આ રોડ પરથી પસાર થતા નાના મોટા દરેક વાહન ચાલકોને જાણે કોઈ સુભ પ્રસંગનો ચાંદલો લખાવવાની ફરજ પડી હોઈ તેવો ઘાટ સર્જાયો હતો સોળિયા ચોકડીએ વાહનોને રોકીને પાંચ જેટલી યુવતીઓએ કોઈ કાગળ બતાવી રૂૂપિયા ઉઘરાવ્યા હતા,જેના કારણે વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો,આ યુવતિયો દ્વારા લાંબા સમયથી આ વિસ્તારમાં આવી રીતે વાહનચાલકો હેરાન કરતા હોવાનું મનાઈ રહ્યું છે,વધુમાં આ યુવતીઓ દ્વારા રૂૂપિયા ન આપતા વાહન ચાલકો હારે જીભા જોડી પણ કરતા અટકાતિ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Exit mobile version