ક્રાઇમ

દારૂના ગુનાની તપાસ આગળ ન વધારવા ASI અને લોકરક્ષક 40 હજારની લાંચ લેતા ઝડપાયા

Published

on

રાજ્યમાં અવારનવાર ભ્રષ્ટ પોલીસકર્મીઓને લઈ ફરિયાદ ઉઠતી રહેતી હોય છે. ત્યારે ફરિયાદના આધારે એસીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આવી જ એક ફરિયાદના આધારે એસીબીએ આવા એક ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો છે.


ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક શખ્શ સામે પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર થયો હતો. જેની તપાસ સુલતાનપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ પુરણચંદ્ર કલુરામ સૈની અને લોકરક્ષક શિવભદ્રસિંહ સરદારસિંહ વાધેલા દ્વારા કરવામાં આવી રહી હતી પણ આ એ.એસ.આઇ અને લોકરક્ષકે તપાસ કરવાને બદલે આ કેસ આગળ ન વધારવા માટે 40,000/-ની લાંચ માગી ત્યારે ફરીયાદીએ લાંચ આપવાને બદલે એ.સી.બીને ટોલ ફી નં 1064 દ્વારા સંપર્ક કરી ફરિયાદ કરી હતી.


ફરિયાદના આધારે એસબીએ છટકું ગોઠવી એએસઆઈ અને લોકરક્ષકના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો.
જોકે સમગ્ર છટકા દરમિયાન એએસઆઈ રજા પર હોય ફક્ત લોકરક્ષકને પકડી પડવામાં આવ્યો હતો. હવે સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version