રાષ્ટ્રીય

દિલ્હીમાં AQI 1000ને પાર: ઝેરી શ્ર્વાસ લેવો 49 સિગરેટ પીવા બરાબર

Published

on


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર શહેરોમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. દિલ્હીના ઘણા એવા વિસ્તારો છે જે રેડ ઝોનમાં છે. તો એકયુઆઇ 1000થી ઉપર અથવા તેની આસપાસ છે. આવા વિસ્તારોમાં, આરોગ્ય સલાહકારો માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યાં છે.


દિલ્હીના ઘણા વિસ્તારોમાં શ્વાસ લેવો એ સિગારેટ પીવા જેવું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી ખરાબ સ્થિતિ 1023ના અચઈં પર છે, જે એક વ્યક્તિ દિવસમાં 49 સિગારેટ પીવા જેટલું છે.


યુસીએમએસ અને જીટીબી હોસ્પિટલના સામુદાયિક દવાના રેસિડેન્ટ ડોક્ટર ડો. રજત શર્માએ જણાવ્યું હતું કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે એન95 માસ્ક પહેરવું જરૂૂરી બની ગયું છે. સ્વસ્થ વ્યક્તિ પણ શ્વાસ સંબંધી રોગોનો શિકાર બની શકે છે. તેમણે વધુમાં કહ્યું કે સર્જિકલ અથવા કાપડના માસ્ક પહેરવા જોઈએ નહીં. આ સ્થિતિમાં ગ95 માસ્ક વધુ સારો ઉપાય છે.


બીજી તરફ, દિલ્હીની શાળાઓના 10-12 ધોરણના વર્ગો અને જેએનયુ અને દિલ્હી યુનિ.માં માત્ર ઓનલાઇન કલાસ ચાલશે. નોઇડા અને ગ્રેટ નોઇડામાં પણ આ પધ્ધતી અમલી બની છે.


ઉલ્લેખનીય છે કે દિલ્હી, એનસીઆરમાં ગ્રેપ-4ના ચોથા તબક્કાનો અમલ થઇ રહ્યો છે. જે હેઠળ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.


સ્ટાન્ડર્ડ એર કવોલિટી ઇન્ડેકસ મુજબ એકયુઆઇ 0-50 સારા તરીકે, 51-100 સંતોષકારક તરીકે, 101-200 મધ્યમ તરીકે, 201-300 ખૂબ જ ખરાબ તરીકે અને 401-500 વચ્ચે નગંભીરથ શ્રેણીમાં ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version