ગુજરાત મિરર રાજકોટ,તા.19
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બાર કાઉન્સિલમાં બે કો-ઓપ્ટેડ મહિલા સભ્યો તરીકે નિવૃત્ત જસ્ટિસ મૌના એમ. ભટ્ટ અને સિનિયર એડવોકેટ મેઘાબેન જાનીની નિમણૂક કરવામાં આવી હતી. સાથે જ કાઉન્સિલના કુલ 25 સભ્યનું સંખ્યાબળ વિધિવત પૂર્ણ થતા એડવોકેટ જનરલની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પી.ડી. પટેલ અને વાઇસ ચેરમેન તરીકે નિમિશા ધોત્રે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામા બીસીજીના પ્રતિનિધિ તરીકે જે.જે. પટેલની નિમણૂક કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો.ચેરમેન તરીકે દિલીપભાઈ પટેલ, અનિલભાઈ કૈલા, મનોજ અનડકડ અને ભરતભાઈ ભગતની વરણી કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ કમિટીમાં અનિરુદ્ધસિંહ ઝાલા, અમૃતાબેન ભારદ્વાજ, દીપેન દવે અને મનોજ અનડકટ, એનરોલમેન્ટ કમિટી હિતેશ પટેલ, દિલીપ પટેલ, ભાવેશ રબારી, ફાઇનાન્સ કમિટીમાં જીગ્નેશ પટેલ, કરણસિંહ વાઘેલા, દિલીપ પટેલ, જીન્કી શેખ, પ્રીતિબેન જોશી, અમૃતાબેન ભારદ્વાજ, રૂૂલ્સ કમિટીમાં પરેશ વાઘેલા, હિતેશ પટેલ, હરેશ નાકરાણી, હીરલ પાલવાલા, ભાવેશ રબારી, એ.એ. અન્સારી, એડવોકેટ એકેડેમીમાં કિશોરભાઈ ત્રિવેદી, હરેશ નાકરાણી, જીએલએચ કમિટીમાં મનોજ અનડકટ, કરણસિંહ વાઘેલા, કિશોરભાઈ ત્રિવેદી, અમૃતાબેન ભારદ્વાજ, હરેશ નાકરાણી, પ્રીતિબેન જોષી, ભાવેશ રબારી, વંદનાબેન ભટ્ટ, જીન્કી શેખ, એ.એ. અન્સારી, એડમિનિસ્ટ્રેટિવ કમિટીમાં અનિલ કૈલા, કિશોરભાઈ ત્રિવેદી, ભરત ભગત, વેલફેર કમિટીમાં દિલીપ પટેલ અને દીપેન દવે, ઇન્ટિજેટ કમિટીમાં કિશોરભાઈ ત્રિવેદી, જીન્કી શેખ, હિરલબેન પાનવાલા, ન્યુ બિલ્ડીંગ કમિટીમાં કરણસિંહ વાઘેલા, અનિરુદ્ધસિંહ ઝાલા, દિલીપભાઈ પટેલ, પ્રીતિબેન જોશી, અમૃતાબેન ભારદ્વાજ, કિશોરભાઈ ત્રિવેદી અને પરેશ વાઘેલા, લાઇબ્રેરી કમિટીમાં મનોજ અનડકટ, શંકરસિંહ ગોહિલ, અમૃતાબેન ભારદ્વાજ, ભાવેશ રબારી, વંદનાબેન ભટ્ટ, એ.એ. અન્સારી, પરેશ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે.
ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ગુજરાત રાજયના પ્રતિનિધિ તરીકે મોકલવા એક સભ્યની વિશેષ નિમણૂંક કરવામાં આવશે. તેમજ રાજયના તમામ વકીલમંડળોની ચૂંટણીઓ માટે ચાર સભ્યોની ઇલેકશન કમીટીની રચના પણ કરવામાં આવી છે. રાજકોટના એડવોકેટ બિનલબેન રવેશિયા તથા મોરબીના દિલીપ આગેચનીયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર તરીકે નિમણૂક પામેલા છે.
