Site icon Gujarat Mirror

કેનેડામાં ખાલિસ્તાન વિરોધી સો.મીડિયા ઈન્ફલુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા

કેનેડિયન પંજાબી યુટ્યુબર અને પ્રભાવશાળી નેન્સી ગ્રેવાલની હત્યા કરવામાં આવી છે. પોલીસને અહેવાલ મળ્યા હતા કે મંગળવારે રાત્રે કોઈએ વિન્ડસરમાં ગ્રેવાલના ઘરમાં ઘૂસીને, તેમના પર છરી વડે હુમલો કર્યો અને તેમને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયા હતાં.

કેનેડાની લાસેલ પોલીસના જણાવ્યા અનુસાર, 45 વર્ષીય નેન્સી ગ્રેવાલની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેમના ઘરે બની હતી. પોલીસને માહિતી મળી હતી કે મંગળવારે રાત્રે કોઈએ વિન્ડસરમાં નેન્સી ગ્રેવાલના ઘરમાં ઘૂસીને તેના પર છરીનો ઘા કર્યો હતો અને લોહી વહેતું છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ નેન્સી ગ્રેવાલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. નેન્સી એક સોશિયલ મીડિયા પ્રભાવક અને પંજાબી મૂળની યુટ્યુબર હોવાનું કહેવાય છે. તે તેના વીડિયોમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની ટીકા કરતી હતી.

પંજાબની કેનેડા સ્થિત યુટ્યુબર નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર વારંવાર વીડિયો પોસ્ટ કરતી હતી. 19 જાન્યુઆરીના રોજ જન્મેલી નેન્સીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 12,000 ફોલોઅર્સ હતા. ભારત અને કેનેડા વચ્ચે વધતા વિવાદ દરમિયાન તેણીએ પોતાની યુટ્યુબ ચેનલ પર ઘણા વીડિયો અપલોડ કર્યા હતા. ખાલિસ્તાની વિચારધારાની કડક નિંદા કરી છે. તેણીએ જેલમાં બંધ સાંસદ અમૃતપાલ સિંહ, અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા અને ડેરા બિયાસના વડા ગુરિન્દર સિંહ ધિલ્લોન સામે પણ અવાજ ઉઠાવ્યો છે. વધુમાં, તેણીએ ન્યાય માટે લડત ચલાવી છે. જૂન 2025 માં, જ્યારે ભટિંડા સ્થિત પ્રભાવશાળી કંચન કુમારી, જેને કમલ કૌર ભાભી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું અચાનક અવસાન થયું હતું. ત્યારે નેન્સીએ તેના માટે ન્યાયની માંગ કરી હતી.

હત્યા પહેલાની છેલ્લી પોસ્ટનેન્સી ગ્રેવાલની ઇન્સ્ટાગ્રામ પરની છેલ્લી પોસ્ટમાં, તેણીએ શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. તેણીએ અકાલ તખ્તના જથેદારને ચેતવણી આપતા દેખાયા હતા કે એકવાર જનતા એકઠી થઈ જાય અને સાચા શીખો એકઠા થઈ જાય, તો તેઓ તેમને છોડશે નહીં. તેણીએ અકાલ તખ્તના જથેદારના કપડાં વિશે પણ ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ વિડિઓ તેમની હત્યાના છ દિવસ પહેલા, 3 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવ્યો હતો.

Exit mobile version