ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ રાજ્યમાં યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ચરસ અને ગાંજાના સેવન માટે વપરાતી વસ્તુઓ જેવી કે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામાના અમલના ભાગરૂૂપે જૂનાગઢ પોલીસે યુવાનોને નશાની આદતથી દૂર રાખવાના હેતુસર શહેર અને જિલ્લામાં 100,થી વધુ પાનના ગલ્લા તથા મેડિકલ સ્ટોર પર વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધિત સ્મોકિંગ કોન, રોલિંગ પેપર તેમજ નશા માટે ઉપયોગમાં લેવાતી અન્ય ચીજવસ્તુઓના જથ્થાની સઘન તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત ચીજવસ્તુઓનો જથ્થો મળી આવતા મયુર રાજુ ગંગવાણી ઉ.વ.24 રહે. સેજની ટાકી પાસે જુનાગઢ આરોપીએ પોતાની કબ્જા ભોગવટાની એવન પાન બીડીની દુકાનમાં પ્રતિબંધીત STASH-PRO પેકેટ નંગ-1 સ્મોકીગ પેપર નંગ-6 કી.રૂૂ.300 સાહીલ ફારૂૂકભાઈ મહીડા ઘાંચી, ઉ.વ.ર8, રહે. સરદારબાગ, નવી કલેકટર ઓફીસ પાછળ, ઘાંચી પટ જુનાગઢ આ આરોપીએ પોતાના કબજાની ભોગવટાની રૂૂદ્ર ડીલક્ષ પાન માવાની દુકાનમાં પ્રતતિબંધિત ગોગો કંપની રોલીંગ પેપરનુ પેકેટ નંગ-1 કિ.રૂૂા.400,તથા જોનીબાબા લખેલ સ્મોકીંગ કોનનુ પેપર કિ.રૂૂા.600, નો મુદામાલ ઝડપી પાડ્યો હતો (3) મંથન દીલીપકુમાર વ્યાસ ઉ.વ.26 રહે. ઝાંઝરડા રોડ, રાજ ટેનામેન્ટ, બ્લોક નં.47 જુનાગઢ આ કામના આરોપીએ પોતાના કબ્જા ભોગવટાની કાળી કોથળીમાં પ્રતતિબંધિત ગોગો કંપની રોલીંગ પેપરનુ પેકેટ નંગ-1 કિ.રૂૂા.400, તથા જોનીબાબા લખેલ સ્મોકીંગ કોનનુ પેપર કિ.રૂૂા.600, મુદામાલ ઝડપાયો હતો(4)રહીમ ઉર્ફે રહીશ દિલાવર બેલીમ પઠાણ મુસ્લીમ ઉ.વ.32 રહે.મજેવડી દરવાજા બહાર ભારત મીલની સામે, જાહીરશા પીરની દરગાહ પાસે, ચુનારા વાસ, જુનાગઢ આ કામના આરોપીએ પોતાના કબ્જાની સાગર પાન નામની દુકાને પ્રતિબંધીત Chillcloud ULTRA THIN PAPER NATURAL ARABIC GUM લખેલ પુઠાનુ બોક્ષ જેમાં થી Chillcloud Perfect Roll લખેલ “સ્મોકીંગ કોન” 64 તથા છુટક Chillcloud Perfect Roll લખેલ “સ્મોકીંગ કોન” 20 મળી કુલ 84 સ્મોકીંગ કોન જેની કુલ કિ.રૂૂ.1260 નો મુદામાલ રાખી ઝડપાયો હતો (5)ત્રીલોક શરદ સોલંકી ઉ.વ.35 રહે.મધુરમ, ત્રીલોકનગર પાછળ જૂનાગઢ આ આરોપીએ પોતાના કબજાની ભોગવટાની શુભમ ડીલક્ષ પાન માવાની દુકાનમાં પ્રતતિબંધિત ગોગો કંપની રોલીંગ પેપરનુ પેકેટ નંગ-1 કિ.રૂૂા.400, તથા જોનીબાબા લખેલ સ્મોકીંગ કોનનુ પેપર કિ.રૂૂા.600, નો મુદામાલ ઝડપાયો હતો (6)મોહમદ કમાલભાઇ જેઠવા ઉ.વ.40 રહે.વંથલી ભાયમીયા મસ્જીદ પાસે આ આરોપીએ પોતાના કબજાની ભોગવટાની રજવાડી પાન માવાની દુકાનમાં ગે.કા પ્રતતિબંધિત માઇલસ્ટોન કંપની રોલીંગ પેપરના પેકેટ નંગ 3 કિ.રૂૂા.1200, તથા કેપ્ટન ગોગો લખેલ સ્મોકીંગ કોનના પેપર નંગ 02 કિ.રૂૂા.1200, એમ કુલ મળી કી રૂૂ.2400, નો મુદામાલ ઝડપાયો હતો આમ 9,000.હજાર થી વધુના મુદ્દામાલ સાથે કુલ 6,ઇસમો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
ઉપરાંત, વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ નશા વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો તેમજ સમાજને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાનો છે.

