Site icon Gujarat Mirror

વધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશે

બે વિમાનવાહક જહાજ, 12 યુધ્ધ જહાજ, સેંકડો ફાઇટર જેટ અને 150થી વધુ કાર્ગો લશ્કરી વિમાનો ઇરાનની ફરતે ગોઠવાયા; જંગી લશ્કરી તાકાતથી ઇરાનને ઘુંટણિયે પાડી સત્તા પરિવર્તન કરાવવાનો અમેરિકા-ઇઝરાયેલનો ખેલ

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે યુદ્ધની અણી પર પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો જીનીવામાં ચાલી રહેલી વાતચીત નિષ્ફળ જશે, તો અમેરિકા આગામી 3 દિવસમાં ઈરાન પર મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

વોલ સ્ટ્રીટ જનરલ અને સીબીએસના અહેવાલો અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ મંત્રણાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમણે સેનાને એલર્ટ મોડ પર રાખી છે. ટોચના સુરક્ષા અધિકારીઓએ ટ્રમ્પને જાણ કરી છે કે સેના શનિવાર સુધીમાં કોઈપણ હુમલા માટે સજ્જ છે. આ દરમિયાન, પેન્ટાગોને સાવચેતીના ભાગરૂૂપે મધ્ય પૂર્વમાંથી પોતાના બિનજરૂૂરી કર્મચારીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે, જેથી ઈરાનના સંભવિત જવાબી હુમલાથી બચી શકાય.

અમેરિકાના સંભવિત હુમલાને જોતા ઈરાને પોતાની સંરક્ષણ કવચ મજબૂત કરી દીધું છે. ઈરાને ’મોઝેક ડિફેન્સ’ વ્યૂહરચના હેઠળ પોતાની કમાન સિસ્ટમ ગોઠવી છે. પરમાણુ સ્થાનોની આસપાસ સુરક્ષા અભેદ્ય બનાવવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની નેવલ યુનિટ્સ તૈનાત કરવામાં આવી છે. રશિયાનું એક યુદ્ધજહાજ પણ ઈરાની સમુદ્રમાં ચાલી રહેલા યુદ્ધાભ્યાસમાં સામેલ થયું છે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે.

મંગળવારે જેરેડ કુશનર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે ત્રણ કલાકની મુલાકાત થઈ હતી. જોકે વાતચીત સકારાત્મક રહી હોવાનો દાવો છે, પરંતુ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હજુ પણ ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ’રેડ લાઈન્સ’ (કડક શરતો) સ્વીકારવા તૈયાર નથી. ઈઝરાયેલના પૂર્વ ગુપ્તચર વડા અમોસ યાદલિને પણ સંકેત આપ્યો છે કે બંને દેશો સીધા સંઘર્ષની ખૂબ નજીક છે. હવે આખું વિશ્વ શનિવાર સુધીની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. જો રાજદ્વારી રસ્તો નહીં નીકળે, તો મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.

રિપોર્ટ મુજબ, અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી તાકાત વધારી છે. હાલમાં, બે વિમાનવાહક જહાજો, 12 યુદ્ધ જહાજો, સેંકડો ફાઇટર જેટ અને અસંખ્ય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ મધ્ય પૂર્વમાં તૈનાત છે. છેલ્લા કેટલાક દિવસોમાં, 150 થી વધુ યુએસ લશ્કરી કાર્ગો વિમાનોએ મધ્ય પૂર્વમાં શસ્ત્રો અને દારૂૂગોળો પહોંચાડવા માટે ઉડાન ભરી હતી. છેલ્લા 24 કલાકમાં, અમેરિકાએ મધ્ય પૂર્વમાં લશ્કરી સાધનોનો પુરવઠો વધુ તીવ્ર બનાવ્યો છે, જેમાં 50 થી વધુ ફાઇટર જેટ (F-35s, F-22s અને F-16s સહિત) મધ્ય પૂર્વમાં ઉડાન ભરી રહ્યા છે. આ વિશાળ લશ્કરી સંચયથી વિશ્વભરમાં ભય પેદા થયો છે કે આ ક્ષેત્રમાં ગમે ત્યારે મોટું, વિનાશક યુદ્ધ ફાટી શકે છે.

અમેરિકન સમાચાર એજન્સી એક્સિઓસના અહેવાલ મુજબ, યુએસ-ઈરાન યુદ્ધ નિકટવર્તી છે અને અઠવાડિયા સુધી ચાલનારા સંપૂર્ણ પાયે સંઘર્ષમાં પરિણમી શકે છે. ઇઝરાયલ પણ થોડા દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દા અંગે વધુને વધુ ચિંતિત છે, અને તેમના નજીકના સલાહકારે આગામી અઠવાડિયામાં લશ્કરી કાર્યવાહીની 90% શક્યતા વ્યક્ત કરી છે.

એક્સિઓસે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જો લશ્કરી કાર્યવાહી શરૂૂ થાય છે, તો તે મર્યાદિત કે પ્રતીકાત્મક નહીં, પરંતુ કેટલાક અઠવાડિયા સુધી ચાલતી વ્યાપક કાર્યવાહી હશે. આ કાર્યવાહી ગયા જૂનમાં ઇઝરાયલી હુમલા કરતા ઘણી મોટી હશે. રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનમાં સંયુક્ત કાર્યવાહી કરી શકે છે.

યુધ્ધની વાતો વહેતી થતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં રાતો રાત પાંચ ટકાનો વધારો
ઇરાનમાં સમગ્ર વિશ્ર્વમાં સપ્લાઇ થતા ક્રુડ ઓઇલનો 20 ટકા જથ્થો આવેલો છે. યુ.એસ. અને ઈરાન વચ્ચેના સંઘર્ષની ચિંતાઓ વચ્ચે અને જીનીવામાં યુક્રેન અને રશિયા વચ્ચેની વાટાઘાટો કોઈ સફળતા વિના સમાપ્ત થયા પછી સંભવિત પુરવઠા વિક્ષેપ પડવાની શકયતા હોવાથી ગઇકાલે રાત્રે ક્રુડ તેલના ભાવ 4% થી વધુ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.93, અથવા 4.35%, પ્રતિ બેરલ પર સ્થિર થયા. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 2.86, અથવા 4.59%, વધીને 65.19 પર સ્થિર થયા. ક્રુડના વાયદામાં 30 જાન્યુઆરી પછી સૌથી મોટો વધારો થયો હતો અને ભાવ બે અઠવાડિયાના સળંગ ઘટાડા બાદ ફરી પાંચ ટકા વધી ગયા હતા.

ઇરાન પર હુમલો કર્યો તો ભયાનક પરિણામ આવશે: રશિયા અને બ્રિટનની ચેતવણી
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયા અને બ્રિટને અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જોવા મળશે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જૂન 2025માં થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ’ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવી એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) ના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.’

 

 

Exit mobile version