સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો: સોનમાં ₹2,515 અને ચાંદીમાં ₹6,292નો વધારો, તો જાણો આજના

  સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે બજારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહેલી નરમાઈ પર…

 

સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે બજારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં જોવા મળી રહેલી નરમાઈ પર શુક્રવારે બ્રેક લાગી છે. ઘરેલુ વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર તેજી નોંધાઈ છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે રોકાણકારો અને ખરીદદારોની નજર ફરી એકવાર સોના-ચાંદીના તાજા ભાવ પર ટકેલી છે.

સૌપ્રથમ વાત કરીએ સોનાની તો, MCX પર સોનાનો અગાઉનો બંધ ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ 22 હજાર 272 રૂપિયા હતો. જેની સામે આજના ટ્રેડિંગ દરમિયાન સોનું 1 લાખ 24 હજાર 787 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એટલે કે અગાઉના બંધ ભાવની સરખામણીએ સોનામાં 2 હજાર 515 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે.

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ પ્રતિ કિલો 1 લાખ 45 હજાર 843 રૂપિયા હતો. જેની સામે આજના ટ્રેડિંગ દરમિયાન ચાંદી 1 લાખ 52 હજાર 135 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. આમ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 6 હજાર 292 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે. આ સાથે ચાંદીએ ફરી એકવાર 1.50 લાખ રૂપિયાની સપાટી પાર કરી લીધી છે.

હવે સવાલ એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહેલા સોના-ચાંદીના ભાવમાં અચાનક આટલી મોટી તેજી કેમ જોવા મળી રહી છે? વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ, રોકાણકારોની ખરીદી અને અન્ય આર્થિક પરિબળો કિંમતી ધાતુઓના ભાવને અસર કરી શકે છે. જોકે, આ તેજી લાંબો સમય ટકશે કે ફરી ભાવમાં ઘટાડો જોવા મળશે, તેના પર હવે રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓની નજર રહેશે.