પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધુ એક કમાન્ડરની વિકેટ ખડી

હાફિઝના સહયોગીને હુમલાખોરે ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતાર્યો પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક આતંકવાદીઓને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને…

હાફિઝના સહયોગીને હુમલાખોરે ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતાર્યો

પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક આતંકવાદીઓને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે, જ્યારે કેટલાક આ હુમલાઓમાંથી બચી પણ ગયા છે. આ જ શ્રેણીબદ્ધ ઘટનાઓમાં, લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે લશ્કર પ્રમુખ હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ યુસુફ આફ્રિદીને ખૈબર પખ્તૂનખ્વામાં અજાણ્યા બંદૂકધારીઓએ અચાનક ઘેરી લઈને હુમલો કર્યો હતો.

પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે હુમલાખોરોએ તેના પર સતત ગોળીબાર કર્યો, જેથી તેને બચવાની કે સંતાવાની કોઈ તક મળી નહીં. આસપાસના લોકો સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં, હુમલાખોરો ત્યાંથી ફરાર થઈને વિસ્તારના દુર્ગમ ભાગોમાં ગાયબ થઈ ચૂક્યા હતા.

સુરક્ષા એજન્સીઓ અનુસાર, શેખ યુસુફ આફ્રિદી લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો અને લશ્કર-એ-તૈયબાના નેટવર્કમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. હાફિઝ સઈદ સાથેની તેની નિકટતાને કારણે તે એ કમાન્ડરોની યાદીમાં સામેલ હતો, જેઓ તાજેતરના સમયમાં વધતા દબાણ અને હુમલાઓનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓ માને છે કે તેની હત્યા પણ આ જ પેટર્નનો એક ભાગ હોઈ શકે છે.