રાષ્ટ્રીય
જમ્મુ- કાશ્મીરના અખનુરમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર, સેનાને એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
પાકિસ્તાન સરહદે એલઓસીના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ત્રીજા આતંકીને પણ ઠાર કર્યો છે. ગઈકાલે પણ એક આતંકવાદી માર્યો ગયો હતો. અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.
ગઈકાલે સોમવારે અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે સમયે એમ્બ્યુલન્સમાં એક ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ બેઠા હતા. આ એમ્બ્યુલન્સ કેરીના મિલિટરી કેમ્પ તરફ જઈ રહી હતી.
ત્રીજા આતંકીની શોધમાં સૈનિકો
તે જ સમયે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે ફાયરિંગમાં ત્રણ આતંકીઓ સામેલ હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે આજે એન્કાઉન્ટરનો બીજો દિવસ છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આતંકવાદીઓ સતત લોકોને નિશાન બનાવી રહ્યા છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 8 હુમલા કરવામાં આવ્યા છે, જેમાં લગભગ એક ડઝન લોકોના મોત થયા છે. 24 ઓક્ટોબરે આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનો અને નાગરિકો પર હુમલો કર્યો હતો, જેમાં બે સૈનિકો અને બે લોકો માર્યા ગયા હતા. 20 ઓક્ટોબરે આતંકવાદીઓએ ગાંદરબલમાં ડોક્ટર સહિત 7 લોકોની હત્યા કરી હતી. આ ઘટના પહેલા આતંકવાદીઓએ બિહારના એક મજૂર પર હુમલો કર્યો હતો.