ગુજરાત

વધુ એક ભ્રષ્ટ અધિકારી ઘરભેગા, નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર ફરજિયાત નિવૃત્ત

Published

on

ત્રણ મહિનામાં 14 અધિકારીઓને ઘરે બેસાડી દેવાયા

ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કારણોસર વધુ એક ઈજનેરને તાત્કાલિક રીતે નોકરીમાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ નર્મદા નિગમ તરફથી થયો છે. આ ઈજનેર સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે.


આદેશમાં જણાવાયું છે કે, હાલ સરદાર સરોવર નર્મદા નિગમના તાબા હેઠળની કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેરના રાધનપુર ખાતે વર્ગ-1ના કાર્યપાલક ઈજનેર (સિવિલ) તરીકે ફરજ બજાવતા અશ્વિનકુમાર પરમારને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અપરિપક્વ રીતે નિવૃત્તિ (પ્રિમેચ્યોર રિટાયર્સ)ના હુકમો કરવામાં આવ્યા છે.
આ અધિકારીની સરદાર સરોવર નર્મદા નિગમ, ગાંધીનગર હેઠળની પ્રતિનિયુક્તિ સમાપ્ત કરી ગતતા.6ના રોજ બપોરે સરકારી સેવામાંથી રૂૂખસદ આપવામાં આવી છે. અશ્વિન પરમારની સૂચના બહાર પાડ્યાના દિવસ પહેલાં જે દરે આકારવામાં આવે છે તે સમાન દરે જ આકારાતી રકમની સમકક્ષ રકમના પગાર અને ભથ્થાં ત્રણ મહિનાના સમયગાળા માટે ચૂકવવામાં આવશે.

આ હુકમના અનુસંધાને અશ્વિન પરમાર સામે ચાલતી ખાતાકીય તપાસ તેમની અપરિપક્વ નિવૃત્તિ બાદ પણ ગુજરાત સિવિલ સર્વિસિઝ (પેન્શન) નિયમો હેઠળની જોગવાઇ અનુસાર ચાલુ રહેશે. આ ઉપરાંત પેનલ્ટી અમલીકરણના હુકમોની બાકી રહેતી અમલવારી ગુજરાત સિવિલ સર્વિસીઝ (શિસ્ત અને અપીલ) નિયમો તેમજ સિવિલ સર્વિસીઝ (પેન્શન) નિયમોની જોગવાઇ અંતર્ગત સમીક્ષાને આધીન રહેશે.


આ અગાઉ મહિનામાં જ સરકારે આસીસ્ટન્ટ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ક્લાસ-2 (મદદનીશ નોંધણી સર નિરીક્ષક વર્ગ-2) પી.એલ.રાઠોડને તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર રિટાયર્ડ કરી દીધા હતા. આ પહેલાં સરકારે છેલ્લા ત્રણ મહિનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે 13 અધિકારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે તેમાં વધુ એક ઇજનેર કક્ષાના અધિકારીનો ઉમેરો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version