Site icon Gujarat Mirror

‘આપ’ને વધુ એક ઝટકો, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાનું રાજીનામું

સૌરાષ્ટ્ર ‘આપ’ના વર્ચસ્વમા: પાયાના પથ્થર હતા

રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યું છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અઅઙના પાયાના નેતા ભાવેશ કાતરીયાએ પક્ષને રાજીનામું આપી દીધું છે. આપના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરીયાએ રાજીનામું આપ્યું છે.

ભાવેશ કાતરીયા આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી છે. તેમજ સૌરાષ્ટ્રમાં અઅઙના પાયાના નેતા ગણાય છે. ભાવેશ કાતરીયાએ એકાએક પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેઓએ વીડિયો મેસેજ જાહેર કરીને આમ આદમી પાર્ટી સામે સણસણતા આક્ષેપો કર્યા છે. પરંતુ પાર્ટીની વાસ્તવિકતા જાણીને હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાર્ટીનો ઉદેશ માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે. એ ઉપરાંત પાર્ટીની આંતરિક બાબતો લોકશાહી અને ગુજરાતની આવતીકાલ માટે મને યોગ્ય લાગતી નથી, આ ઉપરાંત અનેક બાબતો એવી છે કે જે સાચો લોકશાહી પ્રેમી સહન ન કરી શકે, આ બાબતે હું મારું રાજીનામું આપું છું જે સ્વીકારવા માટે નમ્ર અપીલ.

આમ, સૌરાષ્ટ્રના વધુ એક દિગ્ગજ નેતાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે. રાજુ કરપડા બાદ ભાવેશ કાતરીયાનું રાજીનામું પડતા આમ આદમી પાર્ટી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ચઢાણ કપરા બની રહેવાના છે.

Exit mobile version