Site icon Gujarat Mirror

તા.16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર યોજવાની જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી પૂર્વે વિધાનસભાનો બજેટ સત્ર યોજાશે. ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાના બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી તા.16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે અને તા.24 માર્ચ સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન 23 દિવસમાં કુલ 26 બેઠકો યોજવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી માર્ચ માસના અંતમાં ગુજરાતની પાલિકા-મહાપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે વિધાનસભાનું બજેટ સત્ર યોજવાની જાહેરાત થતાં આ બજેટ સત્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ધ્યાને લઈ યોજનાઓનો પટારો ખોલવામાં આવે તેવી પુરી શકયતા છે.

Exit mobile version