અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનાર રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ મોટી કાનૂની રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ અનિરુદ્ધસિંહ…

સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનાર રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ મોટી કાનૂની રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને મંજૂર કરવામાં આવેલા જામીનને રદ કરવા માટે ફરિયાદી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ કરેલી અરજી ના મંજુર કરી હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. જમીન ના મંજુર અંગે સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયેલા જામીન બહાલ રાખ્યા છે.

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિયમિત જામીન મેળવવા માટે અરજી કરી હતી, જેને હાઈકોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર રાખી હતી. હાઈકોર્ટના આ ચુકાદાથી અસંતુષ્ટ થઈને મૂળ ફરિયાદી પક્ષ દ્વારા જામીન રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોની દલીલો અને હાઈકોર્ટના અવલોકનોને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે ફરિયાદી પક્ષની અરજીમાં કોઈ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને હાઈકોર્ટનો જામીનનો આદેશ યથાવત રાખ્યો હતો.

સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર રાજકારણ સાથે જોડાયેલા આ રીબડાના અમિત ખુંટ આપઘાત કેસ પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર ટકેલી હતી. સુપ્રીમ કોર્ટમાંથી હાઈકોર્ટના જામીન બહાલ રહેતાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના સમર્થકોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના જામીન આદેશ પર મોહોર મારી દેતાં હવે આ મામલે કાનૂની ગૂંચ ઉકેલાઈ ગઈ છે અને ફરિયાદી પક્ષને મોટો ફટકો પડ્યો છે. આ ફેંસલાથી સ્થાનિક રાજકારણમાં પણ નવા સમીકરણો અને ચર્ચાઓ વેગ પકડી રહી છે.