કોડિનારના રાજકારણમાં પોલીસ ‘પાર્ટી’ બનતા રોષ

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અગ્રણીની અટકાયતથી ટોળા ઉમટ્યા તાજેતરમાં કોડીનાર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપના બહુમતી ઉમેદવારની જીત ન થતા પંચાયત હાંસલ કરવા અનેક…

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અગ્રણીની અટકાયતથી ટોળા ઉમટ્યા

તાજેતરમાં કોડીનાર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપના બહુમતી ઉમેદવારની જીત ન થતા પંચાયત હાંસલ કરવા અનેક રાજકીય કાવાદાવા થઈ રહ્યા હોવાનું અને તેના ભાગરૂૂપે કોડીનાર તાલુકા ભાજપના એક અગ્રણીએ કોડીનાર તાલુકાના ફાફણી બેઠકના ભાજપના ઉમેદવારનું અપહરણ થઈ ગયા અંગેની અરજી આપતા ગઈકાલે રાત્રિના 9 વાગ્યે મૂળ કોડીનાર ના અને દ્વારકા ઓખા ખાતે ના જાણીતા ફીસરીઝ ઉદ્યોગપતિ મનોજભાઈ મોરી જે રાત્રે 9 વાગ્યે દ્વારકા ખાતે તેના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં દ્વારકા પોલીસે તેની અટકાયત કરીને તેની પૂછપરછ કરવા દ્વારકા પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા બાદ કોડીનાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દ્વારકા જઈને મનોજભાઈ મોરી ને વધુ પૂછપરછ માટે કોડીનાર ખાતે લાવ્યા હતા ઘટનાની 24 કલાક પછી પોલીસને ફરિયાદ અરજીમાં કંઈ તથ્ય ન જણાતા મનોજભાઈ મોરીની નાટ્યાત્મક અટકાયત પછી આજે સાંજે સાત વાગ્યે મુક્ત કર્યા હતા.

24 કલાક સુધી ચાલેલા આ નાટકીય ડ્રામા અંગે તાલુકાનું રાજકારણ ગરમાયું છે અને પોલીસ રાજકીય કઠપૂતળી બનીને મનોજભાઈ મોરીની અટકાયત કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે દરમિયાન મિત્યાજ ગામના સરપંચ અને ખેડૂત અગ્રણી સુરપાલભાઇ બારડ કે જેના પત્ની નયનાબેન તાલુકા પંચાયતના મિતિયાજ બેઠકો ઉપરથી કોંગ્રેસમાંથી વિજેતા થયા છે તેમણે એક વીડિયો વાયરલ કરીને નિવેદન આપ્યું છે કે અમો તાલુકા પંચાયતની ચૂંટણી જીતી ગયા પછી કોંગ્રેસ પક્ષના તમામ સભ્યો દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા ખાતે આવ્યા હતા. એ દરમિયાન ગઈકાલે રાત્રે 100 થી 150 જેટલા દ્વારકા પોલીસે અમારી હોટેલને ઘેરી લીધી હતી અને અમારા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના નિવેદનો લેવાનું ચાલુ કર્યું હતું. જેમાં પોલીસ અમારી મહિલા સભ્યોને પણ ધાકધમકી નિવેદન લેતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

કોડીનારના મનોજભાઈ મોરીની દ્વારકા પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર કોડીનાર તાલુકામાં પ્રસરતા કારડીયા રાજપુત સમાજ સહિતના અન્ય સમાજના લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. આજે બપોરે તેને કોડીનાર પોલીસે વધુ પૂછપરછ માટે લવાતા લોકોનું વિશાળ સંખ્યામાં એક ટોળું પોલીસ સ્ટેશનને એકઠુ થઈ ગયું હતું અને રાજ્યકીનાખોરીથી મનોજભાઈ ની ખોટી અટકાયત કરવા બદલ લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના અંગે ગીર સોમનાથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે કોડીનારના વડનગર ગામના ભાજપ અગ્રણી બાબુભાઈ ગાધેએ પોલીસમાં એક અરજી આપીને જણાવ્યું હતું કે ફાફણી ગામના ભાજપના ઉમેદવારનું અપરણ કરવામાં આવ્યું છે.

ઘણી વખત ગંભીર તપાસોમાં પણ પોલીસ નો ઘોડો દોડતો નથી ત્યારે આ અરજી અનુસંધાને પોલીસે કરેલી કાર્યવાહી રાજકીય કિન્નાખોરીનું વરવુ પ્રદર્શન હોવાનું જણાવ્યું હતું 24 કલાકની સતત તપાસ દરમિયાન પછી પણ પોલીસને બાબુભાઈ ગાધેની અરજીમાં કઈ તથ્ય ન જણાતા છેવટે મનોજભાઈ મોરીની સાંજે 7:00 વાગે મુક્ત કર્યા હતા પુંજાભાઈ વંશ એ એવું પણ જણાવ્યું હતું કે ખોટી અરજી કરીને પોલીસ તંત્રનો કીમતી સમય બરબાદ કરવા બદલ ફરિયાદી ઉપર પણ પગલાં લેવા અમારું પ્રતિધિધિ મંડળ ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરશે.