Site icon Gujarat Mirror

નવી કોલિંગ સ્ક્રીન, નવી ફિલ્ટર સિસ્ટમથી એન્ડ્રોઇડ યુઝર્સ આશ્ર્ચર્યમાં

ગુરુવાર સાંજથી શુક્રવાર બપોર સુધી, ઘણા એન્ડ્રોઇડ યુઝર્સ ચોંકી ગયા જ્યારે તેમની ફોન એપનું ડાયલર ઇન્ટરફેસ અચાનક કોઈપણ ચેતવણી કે પરવાનગી વિના બદલાઈ ગયું. યુઝર્સ સમજી શકતા નથી કે આવું કેમ થયું અને આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર, આ ફેરફાર ગુગલના મટીરીયલ 3 એક્સપ્રેસિવ રીડીઝાઈનનો એક ભાગ છે, જે તાજેતરમાં એન્ડ્રોઇડ 16 સાથે રજૂ કરવામાં આવ્યો છે.

ગુગલ ફોન એપમાં કોલ લોગ હવે પહેલા જેવો ગ્રુપિંગ વ્યૂ બતાવતો નથી અને દરેક કોલ અલગથી સૂચિબદ્ધ થઈ રહ્યો છે. આ ઉપરાંત, કોલ હિસ્ટ્રી અને ફેવરિટને જોડીને હોમ ટેબમાં મૂકવામાં આવ્યા છે. ફરીથી ડિઝાઇન કરાયેલા તત્વો વિશે વાત કરીએ તો, કોલ હવે ગોળાકાર ધારવાળા કાર્ડ્સમાં દેખાય છે. ઉપરાંત, એક નવી ફિલ્ટર સિસ્ટમ આવી છે, જેથી મિસ્ડ, સ્પામ, કોન્ટેક્ટ્સ જેવી શ્રેણીઓને સરળતાથી અલગ કરી શકાય છે.
વધુમાં, ઇન-કોલ સ્ક્રીનમાં મોટા, ગોળાકાર અને લંબચોરસ બટનો ઉમેરવામાં આવ્યા છે, જેથી કોલ હેન્ડલિંગ સરળ બને. તે જ સમયે, કોલ પ્રાપ્ત કરવા અને ડિસ્કનેક્ટ કરવા માટે એક નવી હાવભાવ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે યુઝર્સ સ્વાઇપ અથવા ટેપ બંને વિકલ્પો પસંદ કરી શકે છે. કેટલાક વપરાશકર્તાઓને નવી ડિઝાઇન ગમી, જ્યારે કેટલાકને તે ગૂંચવણભરી અને બિનજરૂૂરી લાગી.

Exit mobile version