Sports

બેટર ઇજા વગર ડગઆઉટમાં પરત જાય તો આઉટ જાહેર કરવામાં આવશે

Published

on

બોલ પર થૂંક લગાવે તો પેનલ્ટી અને બોલ બદલવામાં આવશે, ડોમેસ્ટિક નિયમોમાં ફેરફાર

રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડ સાથે ભારતમાં નવી ડોમેસ્ટિક સિઝન શરૂૂ થઈ છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, હવે જો કોઈ બેટર ઈજા વિના કોઈપણ કારણોસર ડગઆઉટમાં પાછો જાય છે, તો તેને તરત જ આઉટ જાહેર કરવામાં આવશે.


ઈજા, માંદગી અથવા અનિવાર્ય કારણ સિવાયના કોઈપણ કારણસર બેટર ડગઆઉટમાં પાછો જાય છે તો તેને તરત જ આઉટ ગણવામાં આવશે તેમજ વિરોધી ટીમના કેપ્ટનની સંમતિથી પણ તેની પાસે બેટિંગમાં પાછા ફરવાનો વિકલ્પ રહેશે નહીં. બોલિંગમાં, જો કોઈ ટીમે બોલ પર થૂક લગાવે, તો પેનલ્ટી લગાવવા સિવાય, બોલને તરત જ બદલવો પડશે.


બીસીસીઆઈએ રન રોકવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. નવા સુધારેલા નિયમ મુજબ, જ્યારે બેટર એક રન દોડ્યા બાદ ઉભા રહે છે અને તે દરમિયાન ઓવથ્રો બાદ ફરી એક બીજાને ક્રોસ કર્યા પહેલા બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે તો પણ ફક્ત ચાર રન જ મળશે. પહેલા ચાર રન ઉપરાંત દોડીને પૂરા કરેલા રન પણ ગણવામાં આવતા હતા.


પરિસ્થિતિ 1: જો ટીમ એ, પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 98 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થાય છે, તો તેને 4 બેટિંગ પોઈન્ટ મળશે. ફિલ્ડિંગ કરતી વખતે, ટીમ અને 5 પેનલ્ટી રન આપવામાં આવશે, જેના પરિણામે ટીમ અનો સ્કોર હવે 98 ઓવરમાં 403 થઈ જશે, ટીમ અને હવે 5 બેટિંગ પોઈન્ટ્સ મળશે.


પરિસ્થિતિ 2: જો ટીમ એ પ્રથમ બેટિંગ કરે છે અને 100.1 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થઈ જાય છે, તો તેને 4 બેટિંગ પોઈન્ટ મળશે. જ્યારે ટીમ એને ફિલ્ડિંગ કરતી વખતે 5 પેનલ્ટી રન મળ્યા હતા, જેના પરિણામે ટીમ અ નો સ્કોર હવે 100.1 ઓવરમાં 403 થઈ ગયો. જો કે તેને 5મો બેટિંગ પોઈન્ટ મળશે નહીં.


એક રિપોર્ટ અનુસાર, આ નિયમ બીસીસીઆઇની તમામ ડોમેસ્ટિક મેચો માટે લાગુ થશે. આ નવો નિયમ તમામ ઘરઆંગણાની મેચો અને તમામ મર્યાદિત ઓવરની મેચો માટે પણ લાગુ થશે. રસપ્રદ વાત એ છે કે, બીસીસીઆઇએ કહ્યું છે કે આ નિયમ સુપર ઓવરની સ્થિતિમાં પણ લાગુ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version