ચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યા

ચોટીલા તાલુકાના મેવાસા સેખલીયા ગામે રહેતા અને માલઢોરનું કામ કરીને જીવનનિર્વાહ ચલાવતા 60 વર્ષીય રાજાભાઈ અરજણભાઈ શિરોળિયા પોતાના ગામના વાડી વિસ્તારમાં હાજર હતા, ત્યારે તેમના…

ચોટીલા તાલુકાના મેવાસા સેખલીયા ગામે રહેતા અને માલઢોરનું કામ કરીને જીવનનિર્વાહ ચલાવતા 60 વર્ષીય રાજાભાઈ અરજણભાઈ શિરોળિયા પોતાના ગામના વાડી વિસ્તારમાં હાજર હતા, ત્યારે તેમના પર કુહાડી વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ગામના જ ધના હમીર મૂંધવા નામના શખ્સે કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

હુમલાનું મૂળ કારણ નાણાકીય લેતીદેતી હોવાનું જાણવા મળ્યું છે. રાજાભાઈએ આરોપી ધના મૂંધવાને ત્રણ વર્ષ પહેલાં રૂૂ. 30,000 ઉછીના આપ્યા હતા. અગાઉ આપેલા આ નાણાંની રાજાભાઈએ ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા ધનાએ તેમના પર કુહાડી વડે હુમલો કરી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ગંભીર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.