Site icon Gujarat Mirror

જેતલસર પાસે બે બાઈક સામસામે અથડાતા ગોંડલના બાઈકચાલક વૃદ્ધનું મોત

oplus_2097184

4વૃધ્ધે રાજકોટ સિવિલમાં દમ તોડયો

ગોંડલમાં રહેતા વૃદ્ધ કંપનીની વસ્તુ લેવા પોતાનું બાઈક લઇ જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે જેતલસર પાસે અજાણ્યા બાઇક સાથે વૃદ્ધનું બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક વૃદ્ધનું મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા રજાકભાઈ મોહમ્મદભાઈ ચૌહાણ નામના 60 વર્ષના વૃદ્ધ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ કંપનીનો સામાન લેવા જૂનાગઢ જઈ રહ્યા હતા ત્યારે જેતલસર પાસે અજાણ્યા બાઈક ચાલકે રજાકભાઈ ચૌહાણના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરીવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક વૃદ્ધ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version