અમરેલી
અમરેલી: લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેત મજુરો પર વીજળી ત્રાટકી, બાળકો સહીત 5ના મોત
અમરેલીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી લાઠીમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. આ વચ્ચે આંબરડી ગામમાં ખેત મજૂરો પર આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. આ ઘટનાથી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. આ પાંચમાંથી એક જ પરિવારના ત્રણના મોત થયા હોવાની હાલ વિગત સામે આવી છે. બાળક, બાળકી અને માતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન પાંચ મજૂરો પર વીજલો પડી હતી. જ્યારે ત્રણ લોકોને ગભીર ઈજાઓ પહોંચતા ઢંસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
અમરેલીના કલેક્ટર અજય દહિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, લાઠીના આંબરડી ગામમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે લાઠી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં છે. જરૂરી કાર્યવાહી હાલ ચાલી રહી છે.