‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભ

83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મો અને બે ફોટોશૂટ પૂર્ણ કર્યા અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને…

83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મો અને બે ફોટોશૂટ પૂર્ણ કર્યા

અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણથી સૌને પ્રેરણા આપી રહ્યા છે. જ્યાં ઘણા લોકો આ ઉંમરે આરામદાયક જીવન પસંદ કરે છે ત્યાં અમિતાભ આજે પણ વ્યસ્ત શેડ્યુલ વચ્ચે સતત કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં એક દિવસની વ્યસ્ત દિનચર્યા વિશે માહિતી આપી હતી જેને જાણીને તેમના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અમિતાભ બચ્ચને મોડી રાત્રે લગભગ સવારે 3 વાગ્યે પોતાના બ્લોગ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે પોતાના દિવસભરના કામ વિશે પણ ખુલાસો કર્યો હતો. અમિતાભે લખ્યું હતું કે ’કામ એટલે કામ… કામ એટલે કામ… કામ એટલે કામ…! આજે 12 શોર્ટ ફિલ્મોનું શૂટિંગ કર્યું, બે ફોટોશૂટ પૂર્ણ કર્યા અને હવે તમારા માટે કામ કરી રહ્યો છું.

ચાહકો સાથે સતત જોડાયેલા રહેવાની પ્રક્રિયા મારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દિવસનાં અન્ય તમામ કામો ચાલુ રહેશે પણ ચાહકો સાથેનો સંબંધ ક્યારેય અટકવો ન જોઈએ. કામ પહેલાં લાંબી તૈયારી કરવી, સતત અભ્યાસ કરવો અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કાર્ય સાથે સમાધાન ન કરવું એ મારા જીવનનો અભિગમ છે.