Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » gujarat » amc creates commonwealth games logo from kite string vests
ગુજરાત

પતંગની દોરીના વેસ્ટમાંથી AMCએ બનાવ્યો કોમનવેલ્થ ગેમ્સનો લોગો

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ…

Bhumika

February 10, 20265:42 am No Comments Ahmedabad Municipal CorporationAMCCommonwealth Games logogujaratgujarat news

 

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ રૂૂપે ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ની થીમ પર આધારિત લોગો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ રૂૂપે પતંગની દોરીના વેસ્ટમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ની થીમ પર આધારિત લોગો તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર કરાયેલ આ દોરીના વેસ્ટને પર્યાવરણ સંરક્ષણ અભિગમ સાથે અપસ્કેલિંગ કરવાની નવીનતમ દિશા અપનાવવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદમાં યોજાનાર ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ વેસ્ટ દોરીનો ઉપયોગ કરીને ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ નો ‘વેસ્ટ ટુ આર્ટ’ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. પતંગની દોરી જેવા જોખમી કચરાને કલાત્મક સ્વરૂૂપ આપીને કોમનવેલ્થ ગેમ્સના પ્રતિકરૂૂપે હાઇલાઇટ કરવામાં આવી છે.

આ ઉપરાંત, બાકી રહેલ વધારાની દોરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં ઇંધણ તરીકે ઉપયોગ કરી ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે ‘કરૂૂણા અભિયાન-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રસ્તાઓ પર ફેંકાયેલી દોરીથી નાગરિકોને થતી ઈજાઓ અટકાવવા માટે શહેરના 07 ઝોન અને 48 વોર્ડમાં સઘન કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં રાંદલ માતા સમિતિ (નરોડા), ધી ઇક્વલ સોસાયટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ (નરોડા), પક્ષી બચાવો-પારેવડા ગ્રુપ તેમજ ખોખરા યુથ ફેડરેશન જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

શહેરના તમામ સાત ઝોનમાં 150થી વધુ લિટર પીકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા સુપરવાઇઝરી સ્ટાફના મોનિટરિંગ કરી રસ્તાઓ અને જાહેર સ્થળોથી પતંગની દોરીનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન દરમિયાન અંદાજે 1200 કિલોગ્રામ જેટલી પતંગની દોરીનો વેસ્ટ એકત્રિત કરવામાં આવી હતી.

સંબંધિત લેખો

અમરેલીના ગોવિંદપુરમાં નદીના પટમાં કપડાં ધોતી મહિલાને ફાડી ખાતી સિંહણ, બાળકી ઉપર પણ હુમલો

By Bhumika February 17, 2026
#ट्रेंडिंग हैशटैग:Ahmedabad Municipal CorporationAMCCommonwealth Games logogujaratgujarat news

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: ઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહાર
Next Next post: નામિબિયા સામેની મેચથી ટીમ ઈન્ડિયામાં જોડાશે વોશિંગ્ટન સુંદર
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version