Site icon Gujarat Mirror

ભાજપના ઇશારે બાંટવાના PSIએ કોંગ્રેસના ઉમેદવારને દારૂ કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ

 

બાંટવા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાંટવાના PSI  ઋત્વિક વાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના આરોપ મુજબ, ઙજઈં વાળા ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે.

વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ વડાલીયાના કેસમાં PSI   વાળાએ ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી હોવાનો આરોપ છે. કોંગ્રેસનું કહેવું છે કે PSI   એ વડાલીયાના ઘરે મળતિયાઓ મારફતે અનધિકૃત વસ્તુઓ મુકાવી, રાત્રે ઘરે જઈને પરિવારને ધમકાવ્યો અને ખોટી રીતે દારૂૂના કેસમાં ફસાવ્યા છે. વળી, ચૂંટણીમાં ઉમેદવારી ન કરવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.

આ મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને PSI   વાળાને તાત્કાલિક બરતરફ કરવાની માગ કરી છે. DySPબી.સી. ઠક્કરે જણાવ્યું કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

એવો આક્ષેપ છે કે પીએસઆઇ ઋત્વિક વાળાએ વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જીગ્નેશ વડાલીયાના ઘરે સાગરીતો દ્વારા ઘરથી થોડી દૂર દારૂૂના બે બાચકા મૂકી ગયા હતા. અને ત્યારબાદ બાટવાના પી.એસ.આઇ ઋત્વિક વાળા જીગ્નેશ વડાલીયાના ઘરે ગયા હતા. જ્યાં જીગ્નેશ વડાલીયાના ઘરના સભ્યોને ઉઠાડી જીગ્નેશને પોલીસ ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને જીગ્નેશ વડાલીયાએ જ્યારે તેમને પૂછ્યું કે મારો ગુનો શું છે? ત્યારે બંને બાચકાઓને તપાસતા તેમાંથી દારૂૂ મળી આવ્યો હતો, ત્યારે બાચકા સાથે તેને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા.

અને બાંટવાના પી.એસ.આઇ ઋત્વિક વાળા દ્વારા જીગ્નેશ વડાલીયાને ધમકાવી કહેવામાં આવ્યું હતું કે, તું રાજકોટ ચાલ્યો જા, તું ચૂંટણી લડવા આવ્યો છો, તે ખોટું છે. તારા પર કેસ બનવાના જ છે. આવી પીએસઆઇ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે પીએસઆઇ ઋત્વિક વાળાને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે, જેથી કરી બાંટવા નગરપાલિકાની ચૂંટણી પારદર્શકતાથી યોજી શકાય. આ મામલે ડીવાયએસપી બી.સી ઠક્કર જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાંટવા પીએસઆઇ ઋત્વિક વાળા વિરુદ્ધ ચૂંટણી અધિકારીને લેટર લખી ફરિયાદ કરવામાં આવી છે.જે મામલે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે.આ સમગ્ર મામલે હાલ તપાસ પણ શરૂૂ છે. જે મામલે કોઈપણ કાર્યવાહીના પગલાં લેવાના હોય તે એસપી કક્ષાએથી લેવાના થતા હોય છે.

Exit mobile version