Sports
ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
ભારત અને ન્યૂઝીલેન્ડની વન-ડે સિરિઝની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ વન-ડે શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે સીરીઝની શરૂૂઆત 24 ઓક્ટોબરથી થશે. ત્યાર બાદ બંને ટીમો 27 ઓક્ટોબરે આમને સામને ટકરાશે. જ્યારે સીરીઝની ત્રીજી વન ડે 29 ઓક્ટોબરે રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડ સીરીઝની આ ત્રણેય વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ અગાઉ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે 2022માં ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 વન ડે મેચોની સીરીઝ રમાઈ હતી. હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે સીરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. જોકે પાછલા દિવસોમાં ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રનના મોટા સ્કોરથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.