Site icon Gujarat Mirror

AIની નજરે મહાકુંભમાં એલિયન્સની ડૂબકી

તમામ ભક્તોની સાથે અન્ય ગ્રહોના એલિયન્સ પણ કુંભમાં ડૂબકી મારતા જોવા મળે છે. AIની આ તસવીરમાં તમે દરેકને ગંગાજીમાં ડૂબકી મારતા જોઈ શકો છો. એલિયન સંપૂર્ણ રીતે ભક્તિમાં ડૂબેલો જોવા મળે છે અને તેના કપાળ પર તિલક લગાવવામાં આવ્યું છે અને તેણે ફૂલોની માળા પણ પહેરી છે.

આ AI તસવીરમાં તમે જોઈ શકો છો કે એલિયન્સ સંતો સાથે ઉભા છે અને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હવે, જ્યારે બીજી દુનિયાના લોકો પૃથ્વી પર આવે અને તેમનો સ્વેગ દેખાતો ન હોય ત્યારે આ કેવી રીતે થઈ શકે? આ AI તસવીરમાં એલિયન આર્મીનો સ્વેગ દેખાય છે. મહાકુંભમાં હાજર સાધુઓથી પ્રેરિત થઈને એલિયન્સ પણ કરી રહ્યા છે પૂજા, AIએ આ તસવીરમાં કંઈક આવું જ બતાવવાનો પ્રયાસ કર્યો છે. મહાકુંભમાં ગંગાના કિનારે ધ્યાન કરતી વખતે અન્ય ગ્રહના આ જીવ તદ્દન અલગ દેખાય છે, જ્યારે તેની પાછળ કેટલાક સાધુ હવન કરતા જોવા મળે છે. AIની આ તસવીરો જોઈને તમારું મન ભટક્યું હશે.

Exit mobile version