‘પઠાનોને કહો ચૌહાન આવી રહ્યો છે’ અજય દેવગનની ફિલ્મના ડાયલોગની ચર્ચા

‘ચૌહાન’નો ફર્સ્ટ લૂક જાહેર થતા જ સોશિયલ મીડિયામાં હડકંપ અજય દેવગનની આગામી ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ, ’ચૌહાન’નો ફર્સ્ટ-લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ગુરુવાર, રિલીઝ…

‘ચૌહાન’નો ફર્સ્ટ લૂક જાહેર થતા જ સોશિયલ મીડિયામાં હડકંપ

અજય દેવગનની આગામી ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ, ’ચૌહાન’નો ફર્સ્ટ-લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ગુરુવાર, રિલીઝ થયો હતો. આ ફિલ્મે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ચાહકો અજય દેવગનને ફરી એકવાર હાઇ-ઓક્ટેન ઍક્શન અવતારમાં જોવા માટે ઉત્સાહિત છે, ત્યારે ટીઝરમાંથી એક ખાસ ડાયલોગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ’ચૌહાન’ અજય દેવગન અને ફિલ્મ નિર્માતા આનંદ એલ.રાય વચ્ચેનો પહેલો પ્રોજકટ હશે. આ ફિલ્મ જિયો સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને પ્રોડ્યુસ કરવામાં આવી છે. નિર્માતાઓએ સુપ્રસિદ્ધ ઍક્શન ડિરેક્ટર વીરુ દેવગનની જન્મજયંતિ પર આ ફર્સ્ટ-લૂકનો વીડિયો રજૂ કર્યો હતો. આ વીડિયો દર્શકોને ફિલ્મની દુનિયા અને અજય દેવગનના નવા પાત્રની ઝલક આપે છે.

પ્રોમો વીડિયોમાં, અજય દેવગન એક નવા ઍક્શન અવતારમાં દેખાય છે. ફિલ્મને એક ફેમિલી એન્ટરટેનર ગણાવવામાં આવી છે. લોકપ્રિય ગીત ’જુમ્મા ચુમ્મા દે દે’ પણ બેક ગ્રાઉન્ડમાં સાંભળાઈ રહ્યું છે, જે વીડિયોના એક પ્રભાવ ઉમેરે છે. જોકે, સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત વીડિયોના અંતમાં બોલાયેલો એક ડાયલોગ હતો. અજય દેવગન કહે છે, “પઠાનોને કહો, ચૌહાન આવી રહ્યા છે.” સોશિયલ મીડિયા પર ચર્ચા વચ્ચે, ચૌહાન અજય દેવગનના ઍક્શન સ્ટાઈલમાં પાછા ફરવાનો પણ સંકેત આપે છે. તેની કારકિર્દી દરમિયાન, તેણે અસંખ્ય પ્રતિષ્ઠિત ઍક્શન પાત્રો ભજવ્યા છે, અને આ નવી ફિલ્મ તે વારસાને આગળ ધપાવતી દેખાય છે. આ ફિલ્મ જિયો સ્ટુડિયો અને કલર યલો દ્વારા પ્રસ્તુત છે, અને તેનું દિગ્દર્શન નીરજ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. નિર્માતાઓના મતે, ‘ચૌહાન‘ 1 ઑક્ટોબર, 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.