Site icon Gujarat Mirror

AIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ

સાંતલપુરના મામલતદારે પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં આઠ લોકોના નામ

સાંતલપુરના મામલતદાર ડી.ડી પંડ્યાએ સુસાઇડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મામલતદારે સુસાઇડ કરવાને લઇને પણ વીડિયો બનાવ્યો હતો. જેમાં પોતાનાજ ભાણેજ સહિત 8 લોકો સામે ગંભીર અક્ષેપ કર્યા છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મામલતદાર ડી.ડી. પંડ્યા દ્વારા કરવામાં આવેલ આત્મહત્યાના પ્રયાસે સમગ્ર મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે ચકચાર જગાવી છે. હાલમાં તેઓ ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેમની પાછળ છોડેલી સુસાઇડ નોટ અને વીડિયોએ અનેક મોટા ખુલાસા કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે મામલતદાર પંડ્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યુ છે કે તેમને પૂર્વ આયોજિત પ્લાન મુજબ ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હતા. સૌથી આઘાતજનક બાબત એ છે કે આ ષડયંત્રમાં તેમના પોતાના ભાણેજ સહિત કુલ 8 લોકો સામેલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ લોકો તેમને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આરોપીઓ મામલતદારને એસીબીમાં ખોટી ફરિયાદ કરીને ફસાવી દેવાની ધમકી આપતા હતા.

આ આઠેય લોકો માત્ર ધમકી જ નહોતા આપતા પરંતુ ટેકનોલોજીનો દુરૂૂપયોગ કરીને છોકરી સાથે તેમના ફોટોઝ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમરી આપીને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા. સામાજીક પ્રતિષ્ઠાને ખોવાના ડરને કારણે તેમણે અંતિમ પગલું ભર્યુ. તેઓએ વીડિયો બનાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.અધિકારીએ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યુ છે કે હું આ માનસિક ત્રાસથી આપઘાત કરી રહ્યો છું. આ ઘટનાને લઇને પોલીસ વિભાગ સતર્ક બન્યો છે. સુસાઇડ નોટમાં દર્શાવવામાં આવેલા 8 લોકોને લઇને તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Exit mobile version