ગુજરાતના નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશનર G.S.મલિકની નિમણૂક

  ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની નિવૃતિ પછી ચાર મહિના બાદ ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. આજે બપોરે સરકાર દ્વારા આ…

 

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની નિવૃતિ પછી ચાર મહિના બાદ ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. આજે બપોરે સરકાર દ્વારા આ અંગે સત્તાવાર ઓર્ડર બહાર પાડી દેવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધી ઈન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવતાં સિનિયર આઈપીએસ અધિકારી ડો.કે.એન.એલ.રાવ પાસે હવે સીઆઈડી ક્રાઈમ અને જેલના ડીજીનો હવાલો યથાવત રાખવામાં આવે તેવી શકયતા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નિવૃત્ત થયા બાદ નવા ડીજીપીનુ કોકડુ ગુચવાયું હતું અને રાજ્ય સરકાર પણ સ્પષ્ટ નિર્ણય નહીં લઈ શકતા સિનિયર આઈપીએસ ડો.કે.એન.એલ.રાવને ગત તા.1 જાન્યુઆરીથી ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ તેમના વડપણ હેઠળ જ સંપન્ન થઈ હતી. આજે અચાનક સરકારે હુકમ કરી રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકની નિમણૂંક કરતાં લાંબા સમયથી ચાલતા સસ્પેન્શનનો અંત આવ્યો છે.

બીજી તરફ ઈન્ચાર્જ ડીજીપી તરીકે રહેલા ડો.કે.એન.એલ.રાવને હવે તેની સિનિયોરિટી મુજબ સીઆઈડી ક્રાઈમના વડા અને જેલ અધિક્ષક તરીકેનો હવાલો સોંપવામાં આવે તેવી શકયતા છે. સુત્રોના કહેવા મુજબ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ડીજીપી અંગેનું કોકડુ ઉકેલાયું હતું અને પસંદગીનો કળશ અમદાવાદ પોલીસ કમિશનર ઉપર ઢોળાયો હતો.